રતનપર પ્રાથમિક શાળા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી - At This Time

રતનપર પ્રાથમિક શાળા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી


બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકા ના શ્રી રતનપર પ્રાથમિક શાળા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ગામમાંથી વધારે ભણેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ શાળાના બાળકો દ્વારા પોતાનામાં રહેલ શક્તિઓને બહાર લાવી ખૂબ જ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ધોરણ 1 થી 8 માં પરીક્ષામાં જેણે પ્રથમ દ્વિતીય અને તૃતિય નંબર મેળવ્યો છે તેવા તેજસ્વી તારલાઓને શાળા દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના વાલીઓ ,અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શાળાને 18000 રૂપિયા જેવી મોટી રકમનું રોકડ દાન આપવામાં આવ્યું તેમજ વિડીયોગ્રાફી અને ડીજેની સુવિધા ગામના લોકો દ્વારા સેવામાં પુરી પાડવામાં આવી કાર્યક્રમને અંતે સૌ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકો બાળકો અને વાલીઓએ પ્રયત્ન કર્યો.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા (સ્વાં)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image