સુશાંતને યાદ કરીને ભાવુક થઈ સારા અલી ખાન:કહ્યું, ‘તેણે મને હિન્દી શીખવામાં મદદ કરી, તે હંમેશા મારા માટે ખાસ રહેશે’
અભિનેત્રી સારા અલી ખાને ફિલ્મ 'કેદારનાથ'થી ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રી આ ફિલ્મના તેના કો-એક્ટર સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સારાએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરી હતી. સારાની આંખો તેના સહ-અભિનેતાને યાદ કરીને આંસુઓથી ભરાઈ ગઈ. ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન એક ઘટના શેર કરતા સારા અલી ખાને કહ્યું - સેટ પર એક સમય હતો જ્યારે ડિરેક્ટર અભિષેક કપૂર ખૂબ જ વ્યસ્ત હતા. મારે એક સીન શૂટ કરવાનો હતો, પરંતુ કેવી રીતે પર્ફોર્મ કરવું તે સમજી શકતી નહોતી. હું સુશાંત પાસે ગઈ અને તેની પાસે મદદ માંગી. તેણે સીન પરફોર્મ કર્યું અને મેં તેની નકલ કરી. સારા અલી ખાને એ પણ કહ્યું કે પહેલા તેની હિન્દી સારી નહોતી. તેને કહ્યું, 'હું જે રીતે હિન્દી બોલું છું તેના માટે લોકો વારંવાર મારા વખાણ કરે છે. તેનો ક્રેડિટ સુશાંતને આપું છે. ફિલ્મ 'એ વતન મેરે વતન'ની રીલિઝ સમયે જ્યારે સારા અલી ખાનને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેને સમજાયું નહીં કે આ શબ્દનો અર્થ શું છે? જ્યારે સારાને કહેવામાં આવ્યું કે અંગ્રેજીમાં તેનો અર્થ 'વુમન એમ્પાવરમેન્ટ' છે, ત્યારે તેને આ શબ્દનો અર્થ સમજાયો. સારા અલી ખાન હંમેશા કહે છે કે સુશાંત અને કેદારનાથ હંમેશા તેના માટે ખૂબ જ ખાસ રહેશે. તેની ચોથી પુણ્યતિથિ પર સારાએ તેની સાથે 'કેદારનાથ'ના સેટ પરથી એક જૂની તસવીર શેર કરી હતી. જેના પર તેણે 'નમો નમો' ગીત કમ્પોઝ કર્યું હતું. આ સાથે તેણે ઘણા ઇમોજી પણ શેર કર્યા છે. ગયા વર્ષે પણ સારાએ સુશાંતની ડેથ એનિવર્સરી પર એક ઈમોશનલ નોટ લખી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.