ઝાલાવાડમાં અલગ અલગ વિસ્તારમાંથી નર્મદા કેનાલ પરથી મશીનના હેડની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો. - At This Time

ઝાલાવાડમાં અલગ અલગ વિસ્તારમાંથી નર્મદા કેનાલ પરથી મશીનના હેડની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો.


તા.12/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ટીંબા ગામની તથા લીંબડી પોલીસ સ્ટેશનની તથા જોરાવરનગર પોલીસ સ્ટેશનની ગુંદીયાળા, ટુવા, કારીયાણી, ખેરાળી નર્મદા કેનાલ ઉપરથી થયેલ ડિઝલ મશીનના હેડ બ્લોક, ઓટો માઈઝરની ચોરી કરનાર ઈસમને પાકડી પાડી નંગ- 48 હેડ બ્લોક, ઓટો માઈઝર વઢવાણ પોલીસે કબ્જે કરેલ છે ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે એકશન પ્લાન તૈયાર કરી, વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ કાર્યવાહી કરવા સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી તથા સર્કલ પીઆઈ.આર.એમ. ચૌહાણના માર્ગદર્શન મુજબ પીએસઆઇ ડી.ડી. ચુડાસમા એ સર્વેલન્સ સ્કોડ તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વઢવાણ ટાઉન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ ફરી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ હોય જે અન્વયે સઘન પેટ્રોલીગ તથા વાહન પેકીંગ કરી આવા ગુન્ડી આચરનાર આરોપીઓ તથા સક્રિય એમ.સી.ખાર ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે ચોકકસ હકીકત મેળવી ચોર મુદામાલ શોધી કાઢવા પ્રયત્ન કરતા હતા ઉપરોકત સુચના માર્ગદર્શન હેઠળ મહેબુબ ઉર્ફે ધીરૂભાઈ અલ્લાીનભાઈ મહમદભાઇ બાકરોલીયા મોમીન મુ.માન ઉ.44 રહે રાજકોટ કોઠારીયા સોલવણ મહમ્મદી બાગ વાવડી તા.વાકાંનેર જી.મોરબી વાળાના મોબાઈલ નંબરોની કોલ ડિટેઈલ મંગાવી એનાલીસીસ કરી પોકેટ કોપમાં સર્ચ કરી મજકુર ઈસમ વિરૂધ્ધમાં અગાઉ સાયલા પોલીસ સ્ટેશન, કાલાવાડ પોલીસ સ્ટેશન તેમજ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ હોવાનું જણાઇ આવતા મજકુર ઈસમને પોલીસ સ્ટેશન લાવી યુકિત પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ આગવી ઢબે પૂછપરછ કરતા મજકૂર ઈસમે વઢવાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ટીંબા ગામની તથા લીમડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની રાસ્કા કેનાલ ઉપરથી તથા જોરાવર નગર પોલીસ સ્ટેશનની ગુદીયાળા, ટુવા, કારયાણી, ખેરાળી નર્મદા કેનાલ ઉપરથી થયેલ ડીઝલ મશીનના હેડ બ્લોક ઓટો માઈઝરની ચોરી કરેલાની કબુલાત કરતા મજકૂર ઈસમને ચોરી કરેલ હેડ બ્લોક ઓટો માઈઝર નંગ 48 કબ્જે કરવામાં આવ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.