દિલ્હીમાં કેજરીવાલની વૃદ્ધોને ભેટ:સંજીવની યોજનાની જાહેરાત, 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર; ચૂંટણી પહેલા AAPની ત્રીજી મોટી જાહેરાત
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર મળશે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે આ સારવાર તમામ વૃદ્ધો માટે મફત હશે, પછી ભલે તેઓ કોઈપણ કેટેગરીમાં આવે. અગાઉ કેજરીવાલે વૃદ્ધો માટે 2500 રૂપિયા પેન્શન, ઓટો ડ્રાઇવર્સ માટે 5 લાખ રૂપિયા સુધીનો વીમો અને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ પુર્ણ થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી. 23 દિવસમાં 4 મોટી યોજનાઓ 12 ડિસેમ્બર: મહિલાઓ માટે દર મહિને રૂ. 1000 12 ડિસેમ્બરે કેજરીવાલે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે. 18 વર્ષની વય પૂર્ણ કરનાર દરેક મહિલા આ યોજનાનો લાભ લઈ શકશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ મહિલાઓને દર મહિને અપાતી રકમ વધારીને ₹2100 કરવામાં આવશે. 10 ડિસેમ્બર: ઓટો ડ્રાઇવરો માટે 4 જાહેરાતો કરી હતી કેજરીવાલે 10 ડિસેમ્બરે ઓટો ડ્રાઈવરો માટે 4 જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. હોળી અને દિવાળી પર યુનિફોર્મ બનાવવા માટે અઢી-અઢી હજાર રૂપિયા આપવામાં આવશે. 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે. આ ઉપરાંત ઓટો ડ્રાઈવરના બાળકોને કોચિંગ માટે પૈસા આપવામાં આવશે. 21 નવેમ્બર : 5 લાખ લોકોને દર મહિને ₹2500 સુધીના પેન્શનની જાહેરાત કેજરીવાલે 21 નવેમ્બરે વૃદ્ધો માટે પેન્શન યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં 80 હજાર નવા વૃદ્ધોને જોડવામાં આવ્યા છે. અગાઉ 4.50 લોકોને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આ યોજનાના દાયરામાં પાંચ લાખથી વધુ વૃદ્ધો આવશે. 60 થી 69 વર્ષના વૃદ્ધોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને દર મહિને 2500 રૂપિયા મળશે. આ યોજનાની જાહેરાત કરતા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ તેમના વડીલોના આશીર્વાદથી જેલમાંથી બહાર આવ્યા છે. આ યોજના તેમનો આભાર માનવા માટે છે. દિલ્હીમાં AAP એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.