I.N.D.I.A ગઠબંધન:દિલ્હી એરપોર્ટ પર સ્ટાલિન-નાયડુની મુલાકાત, રાઉતનો દાવો- કેટલાક લોકો CM યોગીને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે - At This Time

I.N.D.I.A ગઠબંધન:દિલ્હી એરપોર્ટ પર સ્ટાલિન-નાયડુની મુલાકાત, રાઉતનો દાવો- કેટલાક લોકો CM યોગીને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે


બુધવારે I.N.D.I.A બ્લોકની બેઠક બાદ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી પાસે બહુમતી નથી. તેઓ અસ્થિર સરકાર આપવા માગે છે. INDIA બ્લોક પાસે જનાદેશ તેમજ સંખ્યાઓ છે. ભાજપ 237-240 પર અટવાયું છે. અસ્થિર સરકાર ચલાવવી મોદીજીનું કામ નથી. તેઓ મોદીની સરકાર, મોદીની ગેરંટી વિશે વાત કરતા હતા. જો તેઓ સરકાર બનાવવાનો પ્રયાસ કરે છે, તો તેઓએ તેમના સહયોગી ટીડીપી અને જેડી(યુ) પર નિર્ભર રહેવું પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.