સંજય-અરશદ 2 વિદેશીઓ સાથે લડવા તૈયાર થઈ ગયા હતા:સર્કિટે કહ્યું- તેઓ નશામાં હતા, બાદમાં અમને સ્થાનિક ડોન માનીને તેઓ ભાગી ગયા હતા - At This Time

સંજય-અરશદ 2 વિદેશીઓ સાથે લડવા તૈયાર થઈ ગયા હતા:સર્કિટે કહ્યું- તેઓ નશામાં હતા, બાદમાં અમને સ્થાનિક ડોન માનીને તેઓ ભાગી ગયા હતા


એકવાર સંજય દત્ત અને અરશદ વારસી 2006માં આવેલી ફિલ્મ 'એન્થોની કૌન હૈ'ના શૂટિંગ માટે બેંગકોક ગયા હતા. જ્યાં બંનેની કેટલાક વિદેશીઓ સાથે મારામારી થઈ હતી. આ વાતનો ખુલાસો અરશદે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. અરશદે અનફિલ્ટર બાય સમદીશ સાથેની વાતચીતમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે આ ઘટનામાં ફરહાન અખ્તરની ભાભી અનુષા દાંડેકર પણ સામેલ હતી. તેમણે કહ્યું, 'સામાન્ય રીતે આવી વાતો ના કરવી જોઈએ. પરંતુ આ સંજય સાથે જોડાયેલી બાબત છે તેથી મને લાગે છે કે હું આ કહી શકું.' વાંચો શું હતી સમગ્ર ઘટના?
અરશદ કહે છે, 'અમે (અરશદ અને સંજય) બેંગકોકમાં ફિલ્મ 'એન્થોની કૌન હૈ'નું શૂટિંગ કરી રહ્યા હતા. એક દિવસ શૂટિંગ પૂરું થયા પછી મેં, સંજય, તેના મિત્ર બિટ્ટુ અને અનુષાએ બહાર ડિનર માટે જવાનું નક્કી કર્યું. અનુષા પણ આ ફિલ્મનો ભાગ હતી. અનુષા અમારાથી થોડે આગળ ચાલી રહી હતી. હું તેની પાછળ જતો હતો, સંજય અને બિટ્ટુ મારી પાછળ હતા. ત્યારબાદ બે વિદેશી છોકરાઓએ અનુષાની છેડતી કરવાનું શરૂ કર્યું. તેઓ નશામાં હતા તેથી તેઓ મારી આસપાસ ચક્કર મારવા લાગ્યા. આ જોઈને અમે પણ લડી લેવા તૈયાર થઈ ગયા. જ્યારે અમે લડાઈ શરૂ કરવાના હતા ત્યારે અમને ખબર પડી કે, લોકો રેકોર્ડ કરી રહ્યા છે પછી અમારું ધ્યાન લોકોને રેકોર્ડિંગ બંધ કરાવવા તરફ વળ્યું. બંને વિદેશીઓ માનતા હતા કે અરશદ અને સંજય સ્થાનિક ડોન છે
અરશદે આગળ કહ્યું,- 'થોડા સમય પછી લોકોના એક જૂથે બાબા-બાબાની બૂમો પાડવાનું શરૂ કર્યું. આ કારણે છોકરાઓએ વિચાર્યું કે અમે કોઈ સ્થાનિક ડોન છીએ અને તેઓ ભાગી ગયા. આ ખૂબ જ વિચિત્ર દૃશ્ય હતું.' એક જૂના ઈન્ટરવ્યૂમાં અરશદે સંજય દત્ત સાથેના તેના બોન્ડિંગ પર કહ્યું હતું - 'તે એક મહાન વ્યક્તિ છે. તેઓ ખૂબ સારા છે. તેમને ઘણો અનુભવ છે. તે પ્રેમાળ વ્યક્તિ છે. તે હંમેશા મને રેન્ડમ મેસેજ મોકલતો રહે છે.' નોંધનીય છે કે, સંજય દત્ત અને અરશદ વારસીએ મુન્નાભાઈ MBBS, લગે રહો મુન્ના ભાઈ અને એન્થોની કૌન હૈ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આવનારા સમયમાં આ બંને જૉલી એલએલબી 3 ફિલ્મમાં સાથે જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image