AMOS કંપનીના સમીર પટેલને રાજકીય ઇશારે ગુજરાત બહાર મોકલી દેવાયાની શક્યતા - At This Time

AMOS કંપનીના સમીર પટેલને રાજકીય ઇશારે ગુજરાત બહાર મોકલી દેવાયાની શક્યતા


 અમદાવાદપીપળજ ખાતે આવેલા એમોસ કંપનીના ગોડાઉનમાં બહારથી મોટા જથ્થામાં
ેકેમીકલનો જથ્થો લાવીને તેને અઢી લીટરના વેસલમાં ભરીને કેમીકલ અલગ અલગ ગ્રાહકોને સપ્લાય
કરવામાં આવતું હતું. પરંતુ,  અંત્યત જોખમી ગણાતા કેમીકલની સપ્લાય સાથે તેનો નિયત  પ્રમાણમાં સ્ટોક રાખવો જરૂરી હોય છે. જે નિયમોને
નેવે મુકીને સમીર પટેલે તેમને ત્યાં કામ કરતા માણસોની મદદથી જ ગેરકાયદેસર વેપલો શરૂ
કર્યો હતો. જો કે હવે લઠ્ઠાકાંડ બાદ સમીર પેટેલની પોલ ખુલી જતા તેના વિરૂધ્ધ આકરી કાર્યવાહી
કરવા માટે પોલીસે એક્શન પ્લાન બનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. નિયમોને નેવે મુકીને બેફામ અને ગેરકાયદેસર  રીતે ઇથેનોલ અને મિથેનોલ જેવા કેમીકલનું સપ્લાય  થતુ હતુ

બરવાળા-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં એક સાથે ૬૦૦ લીટર
મિથાઇલ આલ્કોહોલ કંેમીકલનો જથ્થો કંપનીના કર્મચારીએ જ ચોરી કરીને બુટલેગરોને આપ્યાની
થિયરી હવે શંકાના ઘેરાવામાં આવી છે. સાથે સાથે નશાબંધી અને આબકારી ખાતાના વિભાગના દરોડામાં
કંપનીમાંથી આઠ હજાર લીટર જેટલો મોટો જથ્થો પણ સીલ કરાયો હતો. આમ, અમોસ કંપની હવે સંપૂર્ણ
રીતે શંકાના ઘેરાવામાં આવી ગઇ છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે એમોસ કંપની
ચાંગોદરની ફિનાર કંપનીમાંથી   બલ્કમાં કેમીકલનો
જથ્થો મેળવીને તેને અઢી લીટરના પેકમાં વિવિધ લેબોરેટરી અને કંપનીઓમાં વેચાણ કરવામાં
આવતું હતું. પરંતુ, તપાસમાં ખોટા
બિલ બનાવીને જથ્થો બારોબાર દારૂ બનવાવા માટે પણ અગાઉ પણ સપ્લાય કરાયાનું કંપનીના કર્મચારીઓની
પુછપરછમાં જાણવા મળ્યું છે.  તો આ સાથે ફિનારમાઁથી
આવેલા જથ્થા અને બહાર મોકલવામાં આવતા સ્ટોકમાં પણ મોટો ફેર આવતો હોવાથી સમીર પટેલ  દ્વારા કોઇ ચોક્કસ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની
પોલીસની આશંકા મજબુત બની છે. બીજી તરફ સમીર પટેલને રાજકીય પીઠબળ આપનારા મંત્રીઓ અને
નેતાઓએ પણ હાથ ઉંચા કરી લેતા હવે સમીર પટેલ પર કેમીકલ કાંડ ઉપરાંત ધંધામાં ગેરરીતિનો
કરવાનો ગાળિયો પણ મજબુત બન્યો છે. જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા આકરી કાર્યવાહી
કરવામાં આવશે. તેવા સંકેત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપ્યા છે. પંરતુ, લઠ્ઠાંકાંડ બાદ સમીર
પટેલને રાજકીય ઇશારે ગુજરાત બહાર મોકલી દેવાતા તેને પકડવા માટે પોલીસને ભારે કવાયત
કરવી પડે તેવી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.