સમીરા રેડ્ડીને સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી:એક્ટ્રેસે કહ્યું, ‘બ્રેસ્ટ સર્જરી કરાવવા લોકોએ કેટલું દબાણ હતું તે હું કહી શકતી નથી, પરંતુ મેં કોઈની વાત ના સાંભળી’
અભિનેત્રી સમીરા રેડ્ડીએ તાજેતરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલા હાઈ બ્યુટી સ્ટાન્ડર્ડ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે બોલિવૂડમાં તેની કારકિર્દી ટોચ પર હતી ત્યારે લોકોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી હતી. સમીરાએ કહ્યું કે તેણે આ બધી બાબતોને નજરઅંદાજ કરી અને ક્યારેય સર્જરી કરાવી નથી. મારા પર બ્રેસ્ટ સર્જરી કરાવવાનું દબાણ હતું
સમીરાએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'હું તમને કહી શકતી નથી કે જ્યારે હું મારી કારકિર્દીની ટોચ પર હતી ત્યારે મારા પર બ્રેસ્ટ સર્જરી કરાવવા માટે કેટલું દબાણ કરવામાં આવ્યું હતું. ઘણા લોકો કહેતા કે સમીરા બધા કરે છે, તું કેમ નહિ? પણ મારે એ બિલકુલ જોઈતું ન હતું. મેં વિચાર્યું કે આ કરીને તમે તમારી અંદર કોઈ ખામી છુપાવી રહ્યા છો, જ્યારે તે કોઈ ખામી નથી, જીવન આવું છે. જેઓ બોટોક્સ અથવા પ્લાસ્ટિક સર્જરી કરાવે છે તેઓનો હું જરા પણ જજ કરતી નથી પરંતુ હું તે કરાવવા માંગતી નહોતી. સમીરા સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે
ફિલ્મો છોડ્યા બાદ સમીરાએ સોશિયલ મીડિયા પર તેની બીજી ઇનિંગ શરૂ કરી હતી. તે સેલ્ફ લવ અને બોડી પોઝીટીવીટી સાથે જોડાયેલા વિડીયો શેર કરે છે. સમીરાએ જણાવ્યું કે શરૂઆતમાં તે સુંદર દેખાવા માટે સોશિયલ મીડિયા ફિલ્ટરનો ઉપયોગ પણ કરતી હતી પરંતુ બાદમાં તેણે આમ કરવાનું બંધ કરી દીધું અને તેના કારણે તેની લોકપ્રિયતા વધી. સમીરાએ કહ્યું, 'મેં નક્કી કર્યું છે કે હું જેવી છું તેવી જ દેખાઈશ. જો મારી સ્કિન ખરાબ હશે તો હું તેને ખરાબ બતાવીશ, મને મારું વધેલું વજન બતાવવામાં કોઈ વાંધો નહોતો કારણ કે આ મારું સત્ય છે. હું વાસ્તવિક દેખાવા માંગતી હતી. સમીરાએ કહ્યું, 'ફિલ્મોમાં દર્શકો અને અમારી વચ્ચે હંમેશા પડદો રહેતો હતો. અમે હંમેશા લોકોને શું ગમે છે તે બતાવવા અથવા કહેવા માંગીએ છીએ પરંતુ તે ચિંતાજનક છે. હું 45 વર્ષની હોવા છતાં પણ સારી દેખાઈ શકું છું. જ્યારે તમે તમારા સફેદ વાળ, પેટની ચરબી અને સ્ટ્રેચ માર્કસ બતાવો છો, ત્યારે લોકોને લાગે છે કે કોઈ આપણા જેવું જ છે, તેથી તેઓને તમારી સાથે જોડાવું સારું લાગે છે અને તેનાથી મારું દબાણ પણ ઓછું થાય છે. છેલ્લી ફિલ્મ 2012માં બની હતી
સમીરાએ 'નો એન્ટ્રી', 'રેસ' અને 'દે દના દન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે 'તેજ' (2012) ફિલ્મમાં જોવા મળેલી સમીરાએ 2014માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા અને હવે તે બે બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.