સલમાન ખાને ગેંગસ્ટર લોરેન્સને આપ્યો જડબાતોડ જવાબ:વીડિયોમાં કહ્યું- ‘ભિડોગે તો મિટ જાઓગે’, સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય જાણો - At This Time

સલમાન ખાને ગેંગસ્ટર લોરેન્સને આપ્યો જડબાતોડ જવાબ:વીડિયોમાં કહ્યું- ‘ભિડોગે તો મિટ જાઓગે’, સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટનું સત્ય જાણો


શું સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈને જવાબ આપ્યો છે? જોકે થોડા દિવસ પહેલાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. સલમાન ખાન પહેલાંથી જ લોરેન્સ ગેંગના નિશાના પર છે. વેરિફાઇડ એક્સ યુઝર ડો. શીતલ યાદવે પોતાની ટ્વીટમાં લખ્યું- સલમાન ખાને સ્પષ્ટ શબ્દોમાં લોરેન્સ બિશ્નોઈને જવાબ આપ્યો છે. 'ભિડોગે તો મિટ જાઓગે'. ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: સમાચાર હજુ લખાય ત્યાં સુધીમાં ડો. શીતલ યાવદના આ ટ્વીટને 19 હજાર લોકો લાઇક કરી ચૂક્યા હતા. ત્યાં જ 3300 લોકોએ એને રિપોસ્ટ કર્યા હતા. એક્સ પર ડો. શીતલ યાદવને 24 હજાર યુઝર્સ ફોલો કરે છે. એક્સ હેન્ડલ, બેવજહ-કે-ખયાલે પણ વાઇરલ વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું- સલમાન ખાનનો મેસેજ લોરેન્સ બિશ્નોઈ માટે. ( આર્કાઇવ લિંક ) ટ્વીટ જુઓ: ત્યાં જ વેરિફાઇડ એક્સ યુઝર અભિષેક ગુપ્તાએ પોતાના ટ્વીટમાં લખ્યું- સલમાન ખાને હવે લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી છે કે તમારા પરિવારને કોણ બચાવશે, સલમાન ખાન ગુંડો અને માફિયાઓની જેમ શું ધમકી આપી રહ્યો છે... ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: શું છે વાઇરલ વીડિયોનું સત્ય? અમારી તપાસમાં સામે આવ્યું છે કે સલમાન ખાનનો આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ 4 વર્ષ જૂનો છે. આ વીડિયો કોરોના રોગચાળાના સમયનો છે, જ્યારે અભિનેતાએ લોકોને ઘરમાં રહેવા અને સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી હતી. તપાસ દરમિયાન અમને સંસદ ટીવીની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર આ વીડિયો મળ્યો. વીડિયો જુઓ: આ વીડિયો 16 એપ્રિલ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. કુલ 2:16 મિનિટના વીડિયોમાંથી 1 મિનિટ 38 સેકન્ડમાં વાઇરલ ભાગ સાંભળી શકાય છે, જેથી સ્પષ્ટ છે કે સલમાન ખાન વિશે જે દાવો કરવામાં આવી રહ્યો છે એ સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.