ભારતીય રાષ્ટ્રીય ધ્વજના વેચાણને જીએસટીમાંથી મુક્તિ ઃ નાણા મંત્રાલય
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮મશીન અથવા પોલીએસ્ટરમાંથી બનેલ ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું
વેચાણ જીએસટીમાંથી મુક્ત છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કપાસ, રેશમ, ઉન અથવા ખાદી
જેવા હાથથી બનેલા કપડાથી રાષ્ટ્રીય ધ્વજ અગાઉથી જીએસટીમાંથી મુક્ત છે.રેવન્યુ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું છે કે ગયા
વર્ષે ડિસેમ્બરમા ફલેગ કોડ ઓફ ઇન્ડિયા,
૨૦૨૨માં સંશોધન પછી પોલીએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને પણ જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. નાણા મંત્રાલયનું આ સ્પષ્ટીકરણ આઝાદીનું અમૃત મહોત્સવ હેઠળ
હર ઘર તિરંગા પહેલની પૃષ્ઠ ભૂમિમાં કરવામાં આવ્યું છે. આ પહેલનોે ઉદ્દેશ લોકોમાં
દેશભક્તિની લાગણી જગાડવા અને રાષ્ટ્રીય
ધ્વજ અંગે લોકોમાં જાગૃતિ લાવવાાનો છે. આ દરમિયાન કેસીનો,
ઓનલાઇન ગેમિંગ એ ઘોડા દોડ પર જીએસટી લાગશે કે નહીં તે અંગેનો નિર્ણય ૧૨
જુલાઇના રોજ યોજાનારી મંત્રી સમૂહની બેઠકમાં લેવામાં આવે તેવી શક્યતા છે.
આ બેઠકમાં આ પ્રવૃત્તિઓ પર કેવી રીતે ટેક્સ નાખવો તે અંગે
અંતિમ રૃપ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની બેૈઠકમાં કેન્દ્ર અને
રાજ્યોના નાણા પ્રધાન સામેલ હતાં.આ રિપોર્ટને આગળની ચર્ચા માટે મંત્રીઓના જૂથ
(જીઓએમ)ને પરત મોકલી દીધો હતો અને અંતિમ રિપોર્ટ જમા કરાવવા માટે ૧૫ જુલાઇ સુધીનો
સમય આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.