મહાકુંભમાં બોમ્બબ્લાસ્ટની વધુ એક ધમકી:કહ્યું- 1000 હિન્દુને ઉડાવી દઈશું, તમે બધા ગુનેગાર છો; ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પણ ધમકી આપી હતી - At This Time

મહાકુંભમાં બોમ્બબ્લાસ્ટની વધુ એક ધમકી:કહ્યું- 1000 હિન્દુને ઉડાવી દઈશું, તમે બધા ગુનેગાર છો; ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પણ ધમકી આપી હતી


મહાકુંભમાં બોમ્બબ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર નસર પઠાણ નામના IDથી ધમકી આપવામાં આવી છે. લખ્યું હતું- તમે બધા, તમે બધા ગુનેગાર છો. મહાકુંભમાં બોમ્બબ્લાસ્ટ થશે. 1000 હિન્દુને મારીશું. 31 ડિસેમ્બરે, વિપિન ગૌર નામના યુવકે ડાયલ-112 યુપી પોલીસને ટેગ કરતી પોસ્ટને રી-ટ્વીટ કરી હતી. એ બાદ પોલીસ દોડતી થઈ હતી. પોસ્ટ કરનારી વ્યક્તિને શોધી રહ્યા છીએ. પ્રયાગરાજ પોલીસ કમિશનર અને સુરક્ષા એજન્સીઓને માહિતી મોકલવામાં આવી હતી. પોલીસ હવે પોસ્ટ કરનારી વ્યક્તિને શોધી રહી છે. આ પહેલાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી પન્નુએ મહાકુંભમાં હુમલાની ધમકી આપી હતી. 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. અહીં લગભગ 50 કરોડ લોકો આવશે. ધમકી આપનારી વ્યક્તિએ તેના બાયોમાં લખ્યું છે- મુસ્લિમ હોવાનો ગર્વ છે
જે ID પરથી ધમકીભરી પોસ્ટ કરવામાં આવી છે તેમના બાયોમાં લખ્યું છે- મને મુસ્લિમ હોવા પર ગર્વ છે. એક કટ્ટર મુસ્લિમ. પોલીસ એ નંબર અને ઈ-મેલની વિગતો લઈ રહી છે, જેના પર આ આઇડી બનાવવામાં આવ્યું હતું. આ મામલે લખનઉના યુપી-112 હેડક્વાર્ટરના ઓપરેશન કમાન્ડર અરવિંદ કુમાર નૈને એક પત્ર જાહેર કર્યો છે. તેમણે લખનઉના પોલીસ મહાનિર્દેશકને સૂચના આપી છે. એક પત્ર વરિષ્ઠ પોલીસ અધીક્ષક, જિલ્લા કુંભને પણ મોકલવામાં આવ્યો છે. હવે વાંચો પન્નુ તરફથી મળેલી ધમકી... આ પહેલાં શીખ ફોર જસ્ટિસ સંગઠનના ગુરપતવંત સિંહ પન્નુએ પીલીભીતમાં 3 ખાલિસ્તાનીનાં એન્કાઉન્ટરનો બદલો લેવાની ધમકી આપી હતી. વીડિયો જાહેર કરીને કહ્યું- હિન્દુઓ મહાકુંભને આતંકવાદનો છેલ્લો મહાકુંભ બનાવશે. વીડિયોમાં તે પીલીભીતમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓને નિર્દોષ ગણાવી રહ્યો છે. મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની સાથે અલગ ખાલિસ્તાન બનાવવાનું કહી રહ્યો છે. હવે જાણો મહાકુંભની સુરક્ષા વિશે
પ્રયાગરાજ મહાકુંભ સત્તાવાર રીતે 13 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. સમગ્ર મેળો 4 હજાર હેક્ટર (15,840 વીઘા)માં ફેલાયેલો છે. પ્રથમ વખત 13 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ કુંભમેળામાં સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સમગ્ર મેળાને 25 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે અને એના આધારે કુલ 56 પોલીસ સ્ટેશન અને 144 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જેમાં સિવિલ પોલીસની સંખ્યા 18479 થશે. 1378 મહિલા પોલીસકર્મીઓ તહેનાત રહેશે. ટ્રાફિક-પોલીસની સંખ્યા 1405 રહેશે. હથિયારધારી પોલીસકર્મીઓની સંખ્યા 1158 હશે. મેળામાં પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. તેમની સંખ્યા 146 નક્કી કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ બ્રાન્ચમાં 230 પોલીસકર્મી જોડાશે. સંગમ અને આસપાસના ઘાટ પર 340 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે. 13,965 હોમગાર્ડ પણ તહેનાત રહેશે. મેળામાં કોઈપણ પ્રકારની અરાજકતા કે ષડ્યંત્રને નિષ્ફળ બનાવવા 510 LIU જવાન તહેનાત રહેશે. 2013ના મહાકુંભમાં 22,998 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા હતા. 2019ના અર્ધકુંભમાં 27,550 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.