રાજકોટ CP ધુળેટીની ઉજવણીમાં મગ્ન:કહ્યું: 'આ એક દિવસ પરિવાર સાથે મળે છે', પોલીસકર્મીઓ પરિવાર સાથે રંગોના પર્વમાં તરબોળ થયા - At This Time

રાજકોટ CP ધુળેટીની ઉજવણીમાં મગ્ન:કહ્યું: ‘આ એક દિવસ પરિવાર સાથે મળે છે’, પોલીસકર્મીઓ પરિવાર સાથે રંગોના પર્વમાં તરબોળ થયા


રાજકોટમાં આજે ધુળેટી પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અબાલવૃધ્ધ સહિત સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પોલીસ પરિવાર સાથે ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી કરી હતી. આ અંગે CP રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે, આજે હોળીપર્વની દરેકને શુભકામના. આજે રંગોની છોળો ઉડશે. આ એક દિવસ અમને મળે છે જયારે અમે પરિવાર સાથે ધુળેટી ઉજવી શકીએ છીએ. નોંધનીય છે કે આ ઉત્સવમાં જ્યાં પોલીસકર્મીઓ પરિવાર સાથે રંગોના પર્વમાં તરબોળ થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.