ગઢડા મહાજન પાંજરાપોળ ખાતે ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં મેગા સંમેલન યોજાયું - At This Time

ગઢડા મહાજન પાંજરાપોળ ખાતે ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં મેગા સંમેલન યોજાયું


ગઢડા મહાજન પાંજરાપોળ ખાતે ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં મેગા સંમેલન યોજાયું

સમસ્ત મહાજન દ્વારા ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા રાષ્ટ્ર રક્ષા સે ધર્મરક્ષા ઉદેશ્યથી ગુજરાતનીપાંજરાપોળ,ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે ગઢડા મહાજન પાંજરાપોળ ખાતે ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં મેગા સંમેલન યોજાયું સુરતનાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા ગઢડા મંદિરનાં ચેરમેન હરજીવન સ્વામીશ્રી, કોઠારી સાળંગપુર મંદિરનાં સ્વામી શ્રી વિષ્ણુજીદાસ ડો. જી.વી કળથિયા, તળશીભાઈ ગોપાલભાઈ બટુકભાઈ કેવડીયા, નરેશભાઈ કેવડીયા, સુરેશભાઈ ગોધાણી, છગનભાઈ, ડૉ.નરેશભાઈ, ખોડાભાઈ ડુંગરાણીની વિશેષ ઉપસ્થિતિ
નેપીયર ઘાસથી ગૌશાળા – પાંજરાપોળોનો ખર્ચ ઓછો થશે ગિરીશભાઈ શાહ જીવદયા શ્રેષ્ઠીઓએ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કર્યો
જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ-ચારાની ઉપલબધ્તા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા, મહાબળેશ્વરનાં ધારાસભ્ય અને મહામંડલેશ્વર શમ્ભુપ્રસાદ ટુંડિયા, ગઢડા મંદિરનાં ચેરમેન હરજીવન સ્વામીશ્રી, કોઠારી સાળંગપુર મંદિરનાં સ્વામી શ્રી વિષ્ણુજી દાસ, ડો. જી.વી કળથિયા, તળશીભાઈ ગોપાલભાઈ, મિત્તલ ખેતાણી, બટુકભાઈ કેવડીયા, નરેશભાઈ કેવડીયા, સુરેશભાઈ ગોધાણી, છગનભાઈ, ડૉ. નરેશભાઈ, ખોડાભાઈ ડુંગરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સર્વે અતિથીઓએ પ્રસંગોચિત્ત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી ગૌશાળાઓ, પાંજરાપોળો, ગૌશાળા/પાંજરાપોળોનાં સંચાલકો તેમજ જીવદયા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે ૩૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહેલ છે. આ સંમેલનમાં ગઢડા મહાજન પાંજરાપોળ દ્વારા ૩૫૦ વિઘા જમીનમાં નેપીયર ઘાસ ઉગાડવામાં આવે છે જેમાં ૧ એકર જમીનમાં દર વર્ષે ૧,૬૦,૦૦૦/– હજાર કિલો લીલા ઘાસનું ઉત્પાદન થાય છે. ભારતની તમામ ગૌશાળા–પાંજરાપોળો આ પ્રક્રિયાને સમજીને અમલ કરે તો ભારતની કોઈ ગૌશાળા—પાંજરાપોળો સ્વનિર્ભર બની શકે અને કોઈને પણ ઘાસ ખરીદવાની જરૂર ન રહે જેથી અબજો રૂપીયાની બચત થઈ શકે તેના વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેપિયર ઘાસ પોષક તત્વોથી ભરપૂર પશુ આહારમાં પ્રથમ ક્રમે છે. તે ખૂબ જ ઝડપથી વધે છે અને જલદી જ માણસો કરતાં ઉંચું થઈ જાય છે, તેથી તેને 'એલિફન્ટ ગ્રાસ' પણ કહેવામાં આવે છે નેપિયર ઘાસની ખેતી તમામ પ્રકારની જમીનમાં થાય છે. તેમાં વધુ સિંચાઈની જરૂર પડતી નથી તેથી લીલા ચારાની કિંમત પણ ઓછી છે. એકવાર લગાવ્યા બાદ પશુપાલકોને ચાર–પાંચ વર્ષ સુધી સતત લીલો ચારો મળે છે. જયારે નેપિયર ઘાસની પ્રથમ કટીંગ ૬૦-૬૫ દિવસમાં કરવામાં આવે છે, ત્યારબાદ દર ૩૦–૩૫ દિવસે એટલે કે વર્ષમાં ૬ થી ૮ વખત કાપી શકાય છે. દૂધ ઉત્પાદકોએ નેપિયર ઘાસની ખેતી કરવી જોઈએ. આથી પશુઓ માટે પૂરતો લીલો ચારો પેદા કરી શકાય છે, કારણ કે લગભગ અડધા વિઘા ખેતરમાં નેપિયર ઘાસની ખેતી કરવાથી આખા વર્ષ દરમિયાન ૪–૫ પશુઓને લીલો ચારો આપી શકાય છે. અગાઉ મજુરોને ૧ ન ક્રોપ કટીંગ મો મજૂરી તરીકે ૭૫૦ રૂપીયા ચુકવવા પડતા હતા, તેમાં પણ ફેરફાર કરીને હવે આધુનિક ટેકનોલોજીથી મશીનરીથી મદદથી કટીંગ કરવામાં આવે છે તો ૧ ટનમાં માત્ર ૭૫ રૂપીયા જેટલો ખર્ચ થાય છે. ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે સમગ્ર ભારતની ગૌશાળાઓ–પાંજરાપોળો જો આ પ્રકારનું ઘાસ ઉગાડવાનું શરૂ કરે સંસ્થાઓને ચારા ખરીદવાના તમામ પૈસા બચી શકે છે. ગઢડા પાંજરાપોળનાં ટ્રસ્ટી અને સુરતનાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ પણ આ પ્રસંગે પોતાના અંતરનો ભાવ વ્યક્ત કર્યો હતો અને પોતાના વ્યક્તિગત તેમજ ગુજરાત સરાકારનાં તમામ સહયોગની ખાતરી આ તબક્કે જીવદયા પ્રેમીઓને આપી હતી.
નેપીયર ઘાસમાં એક વિસ્તાર દીઠ ઉચ્ચ ઉપજ, તૂટક તૂટક દુષ્કાળને સહનશીલતા અને ઉચ્ચ પાણીના ઉપયોગની કાર્યક્ષમતા સહિત ઘણી ઈચ્છનીય લાક્ષણિકતાઓ ધરાવે છે, જે તેને પસંદગીનો ઘાસચારો બનાવે છે. તે પુનરાવર્તિત કટીંગ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છ અને ઝડપથી પુનઃજીવત થશે, સ્વાદિષ્ટ પાંદડાવાળા અંકર ઉત્પન્ન કરશે. નેપિયર ઘાસ પશુઓ મો અમૃત સાબીત થઈ રહયું છે. આ ઘાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી થઈ રહયું છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં પણ ખેડૂતો હવે આ ઘાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી થઈ રહયું છે. આ ઘાસ આફ્રિકન ઘાસના મેદાનોમાં બારમાસી ઘાસની એક પ્રજાતિ છે. જેમાં પાણી અને પોષણ તત્વોની જરૂરીયાત ઓછી રહે છે અને ખેતીલાયક જમીનમાં પણ ખેડૂતો આસાનીથી ઉગાડી શકે છે. આ મેગા સંમેલનને સફળ બનાવવા માટે બળવંતભાઈ આર. શાહ (ગઢડાવાળા) (મો.૦૯૮૨૫૦ ૨૩૪૪૦), વિનુભાઈ સંઘરાજકા, મહેન્દ્રભાઈ આર. ડેલીવાળા, હરેશભાઈ (ઘાટકોપર), છગનભાઈ ડુંગરાણી, અશ્વિનભાઈ (આત્માનંદ જેમ્સ), ધનજીભાઈ ડુંગરાણી, બાબુભાઈ ગાબાણી, સવજીભાઈ (રામ), ખોડાભાઈ ડુંગરાણી, મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬) સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.