શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો...... - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો……


શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો......
આજરોજ શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરમાં શાળાની શિક્ષિકા બહેનો દ્વારા એક ખૂબ સુંદર મજાનો જીવનલક્ષી કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ધોરણ 9 થી 12 સુધીમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓને જીવન ઉપયોગી ખૂબ જ મહત્વની માહિતી પૂરી પાડવામાં આવી. શ્રીમતી હંસાબેન ડી પટેલ દ્વારા ચારિત્ર સંવર્ધન અને વર્તમાન જીવનશૈલી વિશે ખૂબ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી. શ્રીમતી ગીતાબેન ભારવા દ્વારા શાળાકીય શિસ્ત નિયમો અને જીવનમાં શિસ્તનું મહત્વ તથા શ્રીમતી અલકાબેન ડી પટેલ દ્વારા આરોગ્ય અને જીવનમાં સુખી કેવી રીતે રહેવું અને દીકરીઓએ પોતાની વૈયક્તિક સ્વચ્છતા બાબતે કઈ કઈ કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું . શ્રીમતી સ્વાતિબેન આહીર દ્વારા માતા-પિતા અને દીકરીઓ વચ્ચેના સંબંધો કેવી રીતે મજબૂત બનાવવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આશાબેન પરમારે પણ ખૂબ સુંદર માહિતી પૂરી પાડી. સુશીલાબેન પટેલે પણ વિદ્યાર્થીનીઓને સેનેટ્રી પેડના ઉપયોગ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image