રાજુલા એસ ટી ડેપો તથા રાજુલા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 ની ઉજવણી કરવામાં આવી - At This Time

રાજુલા એસ ટી ડેપો તથા રાજુલા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 ની ઉજવણી કરવામાં આવી


રાજુલા એસ ટી ડેપો તથા રાજુલા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 ની ઉજવણી કરવામાં આવી છે.

રાજુલા એસટી ડેપોમાં આજરોજ અમરેલી એસ ટી ના વિભાગીય અધિકારીની સૂચના મુજબ આજે રાજુલા એસટી ડેપોમાં નેશનલ રોડ સેફટીઝ મંચ 2025 અંતર્ગત આજે ખાસ ઉજવણી કરવામાં આવી જેમાં આ કાર્યક્રમ ની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપક પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવેલ અને સમગ્ર સ્ટાફ ને રોડ સેફટી બાબતે માહિતી આપવામાં આવેલી આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઇ કાલોદરા ની સૂચનાથી રાજુલા પોલીસ દ્વારા પણ રોડ સેફટી બાબતે તેમજ વાહનો ઓવર સ્પીડમાં ચલાવવા નહીં નશો કરવો નહીં નશો કરેલી હાલતોમાં વાહનો ચલાવવા નહીં જેવી વિગેરે માહિતી રાજુલા પોલીસ દ્વારા એસટી ડ્રાઈવરો તેમજ કંડક્ટરોને જણાવવામાં આવેલ તેમજ પેસેન્જરો ને બસ માં સ્વચ્છતા બાબતે પણ જાગૃત કરવામાં આવેલા..


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image