લક્ષ્મીનગરમાં હિટ એન્ડ રન: રીક્ષા હડફેટે વૃદ્ધનું મોત
શહેરનાં લક્ષ્મીનગરમાં રહેતાં અરજણભાઈ પરમાર ચાલીને જતાં હતાં દરમિયાન રિક્ષાચાલકે ઠોકરે ચડાવતાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેઓને બ્રેઇન હેમરેજ થઈ જતાં સારવારમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ લક્ષ્મીનગર- 1 માં રહેતાં અરજણભાઈ હમીરભાઈ પરમાર (ઉ.વ.60) ગઈ કાલ સવારે ઘર પાસે ચાલીને જતાં હતાં. ત્યારે અજાણ્યાં રિક્ષાચાલકે અડફટે લેતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બ્રેઈન હેમરેજ થય ગયું હતું.
જેથી સારવાર કારગત નીવડે તે પહેલા જ વૃદ્ધનો શ્વાસ થંભી ગયો હતો. મૃતકને બે દિકરા હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું.બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ થતાં પૃથ્વીરાજસિંહ ચુડાસમા અને ઘનશ્યામસિંહ ડાભી તુરંત દોડી ગયા હતા. પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.