બોટાદ મહિલા પોલીસે જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી - At This Time

બોટાદ મહિલા પોલીસે જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી


(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
બોટાદ મહિલા પોલીસ વિભાગના કર્મચારીઓએ ફરજ પરના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે.બોટાદ પોલીસ વિભાગના મહિલા પીએસઆઈ એ એમ રાવલ તેમજ મહિલા કર્મચારીઓ શહેરનાં રેલ્વે સ્ટેશન, હાઈસ્કૂલ ચાર રસ્તા, ખસ રોડ ચોકડી પર પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તેમના ફરજના સ્થળે જઈને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બોટાદમાં ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને ફરજના સ્થળ પર મહિલા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ કર્મચારીઓએ રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.