જુના ભવનાથ મંદિર જતા રોડ પર જોખમી બાઈક સ્ટંટ કરતા વ્યક્તિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભિલોડા પોલીસ.
ભીલોડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ જુના ભવનાથ મંદિર જતા રોડ ઉપર એક અજાણ્યા ઇસમ દ્વારા જોખમી બાઈક સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભિલોડા પોલીસ.
જાહેર રસ્તાઓ ઉપર વાહનોથી જોખમી સ્ટંટ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કારી. સોશ્યલ મીડીયામાં એક વીડીયો વાયરલ થયેલ જેમાં એક ઇસમ પોતાની મોટર સાઈકલ ઉપર જોખમી બાઇક સ્ટંટ કરતો વીડીયો વાયરલ થયેલ જે સબંધે શ્રી,ડી.બી.વાળા, I/C પોલીસ ઇન્સપેકટર, ભિલોડા પોલીસ સ્ટેશન નાઓએ સદરી ઇસમની બાતમી હકીકત મેળવી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલીક ધોરણે પકડી પાડી સદરી આરોપી અજીતકુમાર સુરેશભાઈ મારીવાડ ઉ.વ.૨૨ રહે.ઘાંટી તા.ભિલોડા જી.અરવલ્લીવાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી :
અજીતકુમાર સુરેશભાઈ મારીવાડ ઉ.વ.૨૨ રહે.ઘાંટી તા.ભિલોડા જી.અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.