આજે શિહોર છે કોંગ્રેસ પરમુખ અને જિલ્લાના પ્રવક્તા જયદીપસિંહ કહ્યું સરકાર પોલીસ ગ્રેડ-પે મામલે તાકીદે વિચારે - At This Time

આજે શિહોર છે કોંગ્રેસ પરમુખ અને જિલ્લાના પ્રવક્તા જયદીપસિંહ કહ્યું સરકાર પોલીસ ગ્રેડ-પે મામલે તાકીદે વિચારે


જયદીપસિંહે કહ્યું ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના અકસ્માતની ઘટના બાદ વાહનમાં પાછળ પેસેન્જરો માટે પણ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત કરવાની વિચારણા સરકાર કરી રહી છે બીજી બાજુ ગઇકાલે પરિવાર સાથે આત્મહત્યા કરનાર કુલદીપસિંહે પણ પોલીસના ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ

ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે સિહોરના વતની અને અમદાવાદ ફરજ બજાવતા કુલદીપસિંહે ગઇકાલે પરિવારે સાથે આત્મહત્યા કરતા પહેલાં પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા કરી હતી સમગ્ર મામલે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે કહ્યું કે ગ્રેડ પે મુદ્દે સરકારે તાત્કાલિક વિચારણા કરવી જોઈએ જયદીપસિંહે કહ્યું કે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટના સંદર્ભમાં સરકાર બોધપાઠ લઇને હવે કારમાં પાછળની સીટ પર બેઠેલા પેસેન્જર માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે માર્ગ અકસ્માતમાં પાછળ બેસતા પેસેન્જર સીટ બેસ્ટ ન બાંધતા અનેકવાર મૃત્યુથી લઇને ગંભીર ઇજાઓ સુધીની ઘટનાઓ બને છે. તેને નિયંત્રણમાં લેવા માટે સરકાર આગળ આવી રહી છે તો બીજી તરફ ગ્રેડ પે મુદ્દો પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ગઇકાલે જે દુઃખદ ઘટના સિહોરના પોલીસ પરિવાર સાથે બની તે માટે સંવેદના વ્યક્ત કરી મરણજનાર કુલદીપસિંહે પણ પોલીસના ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે તો સરકારે તાત્કાલિક ગ્રેડ પે મામલે વિચારણા કરી નિર્ણય આગળ આવવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહે કરી છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.