બાલાસિનોર લાભ પાંચમના શુભ મુહૂર્તમાં બજારો ફરી ધમધમી ઉઠ્યા - At This Time

બાલાસિનોર લાભ પાંચમના શુભ મુહૂર્તમાં બજારો ફરી ધમધમી ઉઠ્યા


નૂતન વર્ષની ઉજવણીના કારણે છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેલા બજારો લાભ પાંચમના શુભ મુહૂર્તમાં
પુનઃ રાબેતા મુજબ ધમધમતા થયા છે. દુકાનદારોએ શુભ મુહૂર્તમાં દુકાનો ખોલી રાબેતા મુજબ પૂજા-અર્ચના કરી હતી અને ધંધા-રોજગારમાં બરકત રહે તેવી પ્રાર્થના કરી હતી. બજારોમાં પુનઃ ચહલપહલ થયેલી જોવા મળી હતી. વિક્રમ સંવત ૨૦૭૮ના વર્ષના દીપોત્સવી પર્વના છેલ્લા દિવસોમાં જોરદાર ધંધો-રોજગાર ચાલતા દુકાનદારો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કોરોનાકાળના કપરા બે વર્ષ દરમિયાન ધંધા-રોજગારને વ્યાપક અસર જોવા મળી હતી, પરંતુ આ વર્ષે કોરોનાકાળ પરના નિયંત્રણ દૂર થતાં દીપોવી પર્વની રોનક બજારોમાં જોવા મળી હતી અને પ્રકાશ પર્વ દરમિયાન જોરદાર ઘરાકી નીકળતાં વેપારીઓ
ખુશખુશાલ બન્યા હતા. તેમાં વળી નૂતન વર્ષના આડે પડતર દિવસ હોવાથી છેલ્લી ઘડી સુધી ઘરાકી જામેલી જોવા મળી હતી. લોકોએ પણ નૂતન વર્ષને ઉત્સાહભેર મનાવવા પોતાની આર્થિક પહોંચ અનુસાર મન મૂકીને ખરીદી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.