પીપળી ગામ માં બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ - At This Time

પીપળી ગામ માં બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ


પીપળી ગામ માં બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ

બોરસદ

બોરસદ તાલુકા ના પીપળી ગામ ખાતે આજે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે બાબા સાહેબ આંબેડકર ની અર્ધ પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું

આજે ભારત ના બંધારણ ના ગઢવૈયા ડો બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ છે ત્યારે પીપળી ગામ માં દાતા સતિષભાઈ ચંદુભાઈ પટેલ તરફ થી ગામ માં બાબાસાહેબ આંબેડકર ની અર્ધ પ્રતિમા નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની અનાવરણ વિધિ પીપળી ગામ ના ઘનશ્યામ પુનમભાઈ પટેલ ના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં પીપળી ગામ ના સરપંચ સહિત ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,આજે 21 મી સદી ચાલી રહી છે ત્યારે આ સદી માં નાત જાત કે જ્ઞાતિ કે પછી વર્ષો જૂની અશપૃહતા જોવા મળી નહોતી ગામ ના સૌ આગેવાનો ની ઉપસ્થિતિ માં બાબાસાહેબ આંબેડકર ની અર્ધ પ્રતિમા નું અનાવરણ કરી સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ એક સમાન ના સૂત્ર ને સાર્થક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજ ના અગ્રણી ઓ એ મહેમાનો નું સ્વાગત કરી બાબાસાહેબ આંબેડકર દ્વારા રચિત ભારત ના સંવિધાન નૂ પાલન કરવા ના પણ શપથ લીધા હતા આ સાથે બાબાસાહેબ આંબેડકર ની અર્ધ પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી સૌ સાથે મળી દરેક જ્ઞાતિવાદ થી દુર રહી અને ભારત ના સંવિધાન નું અક્ષરસ પાલન કરવા ના સંકલ્પ પણ લીધા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.