રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી ઉપર નેશનલ હાઇવેના કામમાં લોડરમાં 1 મજૂર આવી જતા મોત - At This Time

રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી ઉપર નેશનલ હાઇવેના કામમાં લોડરમાં 1 મજૂર આવી જતા મોત


રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી ઉપર નેશનલ હાઇવેના કામમાં લોડરમાં 1 મજૂર આવી જતા મોત

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ઘટનામાં મજૂર નું મોત થયું

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી ચાલી રહી છે જેમાં રાજુલા તાલુકાના ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક પાસે બ્રિજ સહિતની કામગીરી ચાલી રહી છે આ વચ્ચે નેશનલ હાઇવે ઉપર લોડર ચાલતું હતું આગળ પાછળ લેતા સમયે 1 મજૂર પાછળ ટાયરમાં આવી જવાના કારણે પરપ્રાંતી મજૂરનું મોત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટનાને લઈ પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી મૃતક બિહાર રાજ્યના શિવા કુમાર ઉ.22ને રાજુલા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને લઈ પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં પરપ્રાંતી ઇસમનું અકસ્માતે મોત થયા બાદ મોટી સંખ્યામાં પરપ્રાંતી લોકો એકત્ર થયા હતા હાલ અકસ્માતની ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ તપાસ શરૂ કરી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.