ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રીશ્રીને વરસાદના કારણે થયેલ આર્થિક નુકસાનનું સહાય ચૂકવવા માંગણી કરી - At This Time

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રીશ્રીને વરસાદના કારણે થયેલ આર્થિક નુકસાનનું સહાય ચૂકવવા માંગણી કરી


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ગીર સોમનાથ જિલ્લામાં સાગર ખેડૂત તેમજ કૃષિ ખેડૂતોને તત્કાલ નુકસાન ની સહાય આપવામાં આવે તેવી માંગણી કરતા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ જિલ્લા પ્રમુખ હરિભાઈ સોલંકી માંગણી કરી છે.
સમગ્ર ગુજરાત તેમજ વિશેષ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસુ ગયા પછી પણ વરસાદ ને કારણે અનેક ખેડૂતો તેમજ સાગર ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયાની વાતને લઈને જેમકે બાજરો, જુવાર, મગ ,તુવેર ,તલ તેમજ સાગર ખેડૂતોને વિશેષ પ્રમાણમાં મોટું નુકસાન થયાનું અહેવાલ છે જેને લઈને ગિરસોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને આ વિસ્તારના ખેડૂતો તેમજ સાગર ખેડૂતોને થયેલ નુકસાનનું તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.