સ્વામી ચિરંતર આનંદ જી ની નિશ્રા માં વિશ્વ ચકલી દિવસ અન્વયે પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં ચિત્ર સ્પર્ધા યોજાય
સ્વામી ચિરંતર આનંદ જી ની નિશ્રા માં વિશ્વ ચકલી દિવસ અન્વયે પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં ચિત્ર સ્પર્ધા યોજાય
પોરબંદર વિશ્વ ચકલી દિવસ અન્વયે પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં ચિત્ર સ્પર્ધા યોજાય પોરબંદર શહેરના શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે 'ચકલી બચાવો' શીર્ષક હેઠળ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવેલ.સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય,તૃતીય તથા આશ્વસન પારિતોષિક ઉપસ્થિત મહાનુભાવો રામકૃષ્ણ મિશનના સ્વામી ચિરંતર આનંદ જી, પોરબંદર મેડિકલ કોલેજ ના ડિન શ્રી ડોક્ટર સુશીલ કુમાર જી, શ્રી ઇન્ટરનેશનલ બહેન મહેર સુપ્રીમ કાઉન્સિલના શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, શ્રી પરબતભાઈ ઓડેદરા,શ્રી સામતભાઈ સુંડાવદરા આગેવાનશ્રી મહેરસમાજના વરદ હસ્તે કરવામાં આવેલ.આ 'ચકલી બચાવો' ચિત્ર સ્પર્ધામાં પોરબંદર શહેરની ૧૨ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) નેચર ક્લબ પોરબંદર, રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પોરબંદર,ઇનર વ્હીલ કલબ ઓફ પોરબંદર, લાયન્સ ક્લબ ઓફ પોરબંદર,ગ્રીન પોરબંદર, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, મહેર આર્ટ પરિવાર,શ્રી ગજાનંદ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ પોરબંદર,સંસ્કાર ભારતી, પોરબંદર, શ્રી સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, નેક્સ્ટ જનરેશન ક્લબ, સક્ષમ - પોરબંદર શાખાના પ્રમુખ તથા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખ જે પ્રજાપતિ પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા પોરબંદર,પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પ્રમુખશ્રી વિમલજી વડોદરા,
પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી મનન એ.ચતુર્વેદી સ્પર્ધામાં ભાગ લેનાર તમામને શુભેચ્છાઓ પાઠવેલ ચકલી સ્પર્ધા સમયે પોરબંદરના સિનિયર પત્રકાર શ્રી જીતુભાઈ ચૌહાણ તથા પારિતોષિક એનાયત દરમ્યાન શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા,ખબર જગત વર્તમાન પત્રના તંત્રીશ્રી જયેશભાઈ જોશી, દિલીપભાઈ ઓડેદરા, ખાસ ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન, સંસ્થાના પ્રમુખ શ્રી બલરાજ ભાઈ પાટડીયા પાડલીયા,તથા આભાર દર્શન દિનેશભાઈ પોરીયા તથા કાર્યક્રમનું સુચારૂ સંચાલનશ્રી પોપટભાઈ ખૂંટીએ કરેલ,આ સ્પર્ધામાં પોરબંદર શહેરની 20 જેટલી શાળા કોલેજના 148 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાંથી પસંદ કરેલી 60 કૃતિનું પ્રદર્શન મહાનુભવોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવેલ પોરબંદરના શહેરના કલાપ્રિય નગરજનો ખૂબજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસન્નતા વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રો.ચેરમેન દિનેશ પોરીયા, સમીર ઓડેદરા,ધારા જોશી એ જહમત ઉઠાવેલ આ સ્પર્ધાના નિર્ણાયકશ્રી તરીકે આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર તથા કરશનભાઈ ઓડેદરા, દિનેશ પોરીયા તથા સમીર ઓડેદરા એ સેવાઓ આપેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
