મોરબીના વાંકાનેર પંચાસીયા રોડ પર જોખમી બાઈક સ્ટંટ કરનાર ઇસમ ઝડપાયો - At This Time

મોરબીના વાંકાનેર પંચાસીયા રોડ પર જોખમી બાઈક સ્ટંટ કરનાર ઇસમ ઝડપાયો


વાંકાનેરના પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઈ નદીના બ્રીજ પર જોખમી બાઈક સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો જેને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ ચલાવી બાઈક સ્ટંટ કરનાર ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટ્રાફિક શાખાની ટીમ ટ્રાફિક નિયમન કામગીરીમાં કાર્યરત હોય દરમિયાન સોશ્યલ મીડિયા પેઇઝ પર એક બાઈક સ્ટંટનો વિડીયો વાયરલ થયો હોય જેથી ટીમે તુરંત તપાસ ચલાવી હતી અને વિડીયો જોતા વાંકાનેર પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઈ નદીના બ્રિજના રોડ પર એક બાઈક ચાલક પોતાનું બાઈક પુરઝડપે અને બેફિકરાઈથી કાવા મારી સર્પાકારે બાઈક પર ઉભા ઉભા સ્ટંટ કરી ચલાવી નીકળતો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી વિડીયોમાં ચેક કરતા બાઈક જીજે ૦૩ એચસી ૮૭૩૬ હોવાનું જણાઈ આવ્યું હતું

જેથી ઈ ગુજ્કોપમાં સર્ચ કરી ડીટેઇલ મેળવી હતી અને આરોપી સાગરકુમાર અશોકભાઈ વરાણીયા (ઉ.વ.૨૧) રહે નવાગામ (લખધીરનગર) તા. મોરબી વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.