ઘર આંગણે પીવાનું પાણી પુરૂ પાડતી નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતી કરવામા આવી હોવાનો ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા આક્ષેપ,જવાબદારો સામે વિજીલીન્સ તપાસ કરવાની માંગ
પંચમહાલ
લોકોને ઘર આંગણે પીવાનુ પાણી મળી રહે એ હેતુથી અમલી બનેલી જલ સે નલ યોજનામાં શહેરા અને ગોધરા તાલુકાના ગામોમાં કરાયેલા ગામોમાં વ્યાપક ગેરરીતી કરવામા આવી હોવાનો ગંભીર આક્ષેપ શહેરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા કરવામા આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. . અને આ ગેરરીતીમાં સંડોવાયેલા અધિકારીઓ સામે તપાસ કરવામા આવે તેવી ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરી છે.
પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને ઘર આંગણે પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા અમલી બનાવામા આવેલી નલ સે જલ સે યોજનામા જે કામો કરવામા આવ્યા છે તેમા મોટાપાયે ગેરરીતી કરવામા આવી હોવાનો શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ગંભીર આક્ષેપ લગાવામા આવ્યો છે. આ મામલે જેઠાભાઈ ભરવાડ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે કે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજના જે કામો કરવામાં આવ્યા છે તેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી નલ સે જળ યોજના ના કામોમાં મોટાપાયે ગેરરીતી આચારવામાં આવી છે અને ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યા છે નલ સે જલ યોજના ના કામોમાં તપાસની બાબતે પ્રાઇવેટ ઇજેનર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતી બહાર આવી છે. પાણી પુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવામા આવે તેવુ પણ લેખિત રજુઆતમા જણાવામા આવ્યુ છે.આ મામલે જેઠાભાઈ ભરવાડ દ્વારા સોશિયલ મિડિયા પર લેખિત રજુઆતના પત્રો પણ જાહેર કર્યા છે.જેઠાભાઈ ભરવાડ દ્વારા કરવામા આવેલા આક્ષેપને લઈને સમગ્ર શહેરા વિધાનસભા વિસ્તારમા રાજકીય માહોલ પણ ગરમાયો છે.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.