જસદણ પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી.ની ભરતી ના ફોર્મ ભરવાની તારીખમાં થયો વધારો : 16 માર્ચ થી 26 માર્ચ સુધી ઉમેદવાર ફોર્મ ભરાવી શકશે - At This Time

જસદણ પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી.ની ભરતી ના ફોર્મ ભરવાની તારીખમાં થયો વધારો : 16 માર્ચ થી 26 માર્ચ સુધી ઉમેદવાર ફોર્મ ભરાવી શકશે


જસદણ પોલીસ સ્ટેશનમાં કુલ 16 જગ્યા પર જીઆરડીની ભરતી આવેલ છે. જેના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને આવનાર તારીખ 26 માર્ચ 2025 સુધી જ ફોર્મ ભરાશે. જસદણ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ધોરણ 10 પાસ કે તેથી વધુ અભ્યાસ લાયકાત ધરાવતા પુરુષ અથવા મહિલા ઉમેદવારો જ ફોર્મ ભરાવી શકશે.અને ઉમેદવારની ઉંમર વર્ષ 20 હોવી જોઈએ. જેની સૌ કોઈએ નોંધ લેવાની રહેશે. જેથી વહેલા તે પહેલાના ધોરણે 26 માર્ચ 2025 સુધીમાં ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરાવી લે તેવી જસદણ પોલીસ સ્ટેશન વતી અરજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાનું સ્થળ છે જસદણ પોલીસ મથક વાજસુર પરા મેઈન રોડ જસદણ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image