વિંછીયા ની ગૌશાળા પાંજરાપોળ મા પ્રધાનમંત્રી ગૌ-પોષણ યોજનાની સબસીડી રૂ 30 થી વધારીનૅ 100 આપવા મંત્રી બાવળીયા તથા મામલતદાર નૅ આવેદનપત્ર અપાયું
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
વિંછીયા તાલુકાની ગૌશાળા તેમજ પાંજરાપોળ દ્વારા પ્રધાનમંત્રી ગૌ-પોષણ યોજનાની સબસીડી રૂ.30 ના બદલે તેને વધારીને રૂ.₹100 કરી આપવા બાબતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વિંછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે વિંછીયા તાલુકાની આજુબાજુની તમામ ગૌશાળા, પાંજરાપોળ અને ગૌપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા હાલમાં એક ગાય દીઠ રૂ.30 નિભાવ ખર્ચ પેટે આપવામાં આવે છે જે ખુબ જ સારી વાત છે પરંતુ વર્તમાન સમયમાં ઘાસચારાના ભાવ આસમાને હોવાથી એક ગાય દીઠ ઓછામાં ઓછા રૂ.100 આપવામાં આવે તો કતલખાને જતી ગાય માતાને અટકાવી શકાય અને રસ્તા ઉપર વધતા ધણ ખુંટ નંદી મહારાજ ને પણ રોકી શકાય જેથી સરકાર દ્વારા આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી અંતમાં ગૌપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.