જિલ્લામાં અગ્રણીશ્રીઓના હસ્તે અનેક જગ્યાઓ પર બાળકોને પોલીયો રસી આપવા માટેના બુથ કાર્યરત : બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે તાજપર સબ સેન્ટર ખાતે બાળકોનું કરાયું રસીકરણ - At This Time

જિલ્લામાં અગ્રણીશ્રીઓના હસ્તે અનેક જગ્યાઓ પર બાળકોને પોલીયો રસી આપવા માટેના બુથ કાર્યરત : બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે તાજપર સબ સેન્ટર ખાતે બાળકોનું કરાયું રસીકરણ


જિલ્લામાં અગ્રણીશ્રીઓના હસ્તે અનેક જગ્યાઓ પર બાળકોને પોલીયો રસી આપવા માટેના બુથ કાર્યરત : બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે તાજપર સબ સેન્ટર ખાતે બાળકોનું કરાયું રસીકરણ

બોટાદ જિલ્લામાં પોલીયો નાબૂદી માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અંતર્ગત બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. કે. સિંહના માર્ગદર્શન હેઠળ તા. ૨૩થી ૨૫ જુન - ૨૦૨૪ દરમ્યાન પોલીયો રસીકરણ ઝુંબેશથી બાળકોને પોલીસ વેક્સીનના ટીપા પીવડાવવામાં આવી રહ્યાં છે. જે અન્વયે બોટાદ જિલ્લાનાં પ્રા.આ.કેન્દ્ર લાખેણી હેઠળના તાજપર સબ સેન્ટર ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પાલજીભાઈ પરમાર દ્વારા બાળકોને પોલીયો પીવડાવી બુથનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જણાવ્યું હતું કે, “પોલીયો રાઉન્ડના ત્રણ દિવસ દરમિયાન આશરે 89 હજાર બાળકોને બુથ ઉપર તેમજ ઘરે-ઘરે મુલાકાત લઈ પોલીયો રસીથી રક્ષિત કરવામાં આવશે.

ઉપરાંત ગઢડા તાલુકાના ગઢડા શહેર ખાતે અગ્રણીશ્રી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી વાલજીભાઈ જાદવ, અગ્રણીશ્રી ચંદ્રકાંત ભાઈ લાઠીગરા, પિયુષભાઈ શાહ પ્રમુખ બોટાદ જિલ્લા મીડિયા, તાલુકા સુપરવાઇઝરશ્રી, તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ગઢડાના મેડિકલ ઓફિસરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીયો બુથ ખાતે બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

તેમજ બોટાદ જિલ્લાની જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે સિંહ દ્વારા બુથ ઉપર બાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવી બુથનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ અવસરે તેમણે અનુરોધ કર્યો હતો કે, “બોટાદ જિલ્લામાં ૦ થી ૫ વર્ષનું એકપણ બાળક પોલીયો રસીથી વંચીત ન રહે તેવી જાગૃતતા સાથે જાહેર જનતાના સહયોગ સાથે ૧૦૦ % પોલીયો રસીકરણ થાય તે માટે તમામ નાગરિકો સહયોગ દર્શાવે.”

વિશેષમાં રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાહેર આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત બોટાદના ચેરમેનશ્રી કેશુભાઈ પંચાળા દ્વારા બાળકને પોલીયો પીવડાવી પોલીયો બુથનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.