અનોખો પ્રકૃતિ પ્રેમ ચકલી આવ્યા ની અનહદ ખુશી સાથે નવી ચકલી ની ગણતરી રાખતા મિસિસ કાનાબાર પિયર થી કોઈ ના આવ્યા સમાંતર ચકલી આગમન થી ખુશખુશાલ થતા રહે છે
ચકલી આવ્યા ની અનહદ ખુશી સાથે નવી ચકલી ની ગણતરી રાખતા મિસિસ કાનાબાર પિયર થી કોઈ ના આવ્યા સમાંતર ચકલી આગમન થી ખુશખુશાલ થતા રહે છે
અમરેલી આજે સવારે મારા ઘરની અગાશીમાં ત્રણ ચાર ચકલીઓ ઉડાઉડ કરતી હતી. મારી પત્ની કીર્તિ જો જુએ એટલે તરત મને બતાવે અને કહે કે પેલી ચકલી ત્રણ દિવસથી આવતી થઇ છે.
અગાસીમાં તેણે શોખથી ચકલીઓ માટેના નાના પણ ખુબ જ સુંદર ૬-૭ માળા રાખ્યા છે.
કેટલી ચકલીઓ નવી આવી, કેટલી હમણાં દેખાતી નથી તેનો પાકો હિસાબ રાખે.
કોઈ નવી ચકલી કે નવું પક્ષી આવે એટલે તેના પિયરથી કોઈ આવ્યું હોય તેમ હરખાય.
પોપટ પણ ઘણા આવે. પોપટ માટે ફોલેલી શીંગ અને દાણા નાખે. કોઈ વાર ચણ ખલાસ થઇ ગયી હોય અને લાવવાનું ભુલાય ગયું હોય તો ખુબ અફસોસ કરે.
આજે અગાસીમાં ચકલીઓ તો આવી છે પણ તેનું સ્વાગત કરવા કીર્તિ હાજર નથી.
તે જે રૂમમાં સૂતી છે તેનું બારણું અગાસીમાં જ ખુલે છે પણ તે જાતે બારણું ખોલી શકે તેમ નથી.
આજે ૭૫ દિવસ થયા. કીર્તિ અમારી સાથે છે અને નથી. પરિવારમાં કોઈ સદસ્યનું મૃત્યુ થાય ત્યાર પછી ઘણી વાર તેના પરિવારજનો કહેતા હોય છે કે તે ભલે સદેહે અમારી સાથે નથી પણ તેની સતત હાજરી અમે અનુભવીએ છીએ. તેની
ચેતના હજુ અમારી જોડે જ હોય તેવો અમને અનુભવ થાય છે.
મારા કિસ્સામાં ઊંધું છે.
કીર્તિ સદેહે અમારી સાથે છે પણ એની ચેતના અમારી સાથે નથી.
કીર્તિની મારી પાસે કાયમ એક ફરિયાદ કરતી રહેતી કે, “તમે મને મૂકી મૂકીને જતા રહો છો. મારા વ્યવસાય અને જાહેર જીવનની સક્રિયતાને કારણે એની ફરિયાદ ઘણા અંશે સાચી હતી. પણ આજે તો એ અમને બધાને મૂકીને
દૂર જઈ બેઠી છે. અમારી અનેક વિનવણી પછી આજે અઢી અઢી મહિનાથી અમને જવાબ આપતી નથી.
આ અઢી મહિનાની એક એક મિનિટ અમારા માટે એક એક કલાકથી પણ લાંબી છે.
આ સમય અમે કેમ વિતાવ્યો છે તેનું વર્ણન થઇ શકે તેમ નથી.
અમારા ઘરની એક એક વસ્તુમાં એની સ્મૃતિ પડેલી છે. ઘરના ફળિયામાં તેણે પોતે જાતે જતન કરી ઉછેરેલ રાતરાણી, જૂઈ અને અસંખ્ય ગુલાબના છોડ - બધું જ અમને તેની યાદ અપાવે. સવારે ઉઠી નવા ઊગેલ બધા ગુલાબ ગણી લે અને ચા પીતી વખતે તેનો સ્કોર મારી પાસે જાહેર કરે.
મારા પરિવારમાં મારા દીકરા, દીકરીઓ, પુત્રવધુ, અમદાવાદ રહેતા મારાથી નાનોભાઈ, ભાભી, મારો ભત્રીજો ડો. પ્રણવ અને મારા ઘણા સ્નેહાળ મિત્રોને કારણે હું ટકી ગયો તેમ કહું તો જરા પણ અતિશયોક્તિ નથી. મારા પિતાશ્રીએ શીખવેલ જીવનના કેટલાક સત્યોએ પણ મને આશ્વસ્ત રાખ્યો છે.
મારી પત્નીનો જેમને નિકટનો પરિચય છે તે બધા કાયમ કહેતા આવ્યા છે કે કીર્તિબેન ફાઈટર છે. અગાઉ પણ ઘણી નાજુક પરિસ્થિતિમાંથી તે ઉભી થઇ ગઈ છે. અત્યારે તે ૭૫ દિવસથી ઝઝૂમી રહી છે. કદાચ શરીર તેને પૂરો સાથ આપી રહ્યું નથી.
મારી અગાશીની ચકલીઓ. પોપટ, મારા કમ્પાઉન્ડમાં રોજ ખીલતા રાતરાણીના અને ગુલાબના ફૂલ કીર્તિની રાહ જોઈને બેઠા છે.
લોકો કહેતા હોય છે કે જ્યાં દવા કામ ના આવે ત્યાં દુઆ કામ આવતી હોય છે.
શક્ય હોય તો સમય કાઢી અમારી કીર્તિ માટે દુઆ કરજો તેવી વિનંતી આલેખન ડો. ભરત કાનાબાર
નતવરલાલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.