જસદણ શહેરમાં હાથ ઉંછીના આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને સાચી હકિકતોને ધ્યાને લઈ તહોમતદારોના જામીન મંજૂર કરતી કોર્ટ - At This Time

જસદણ શહેરમાં હાથ ઉંછીના આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને સાચી હકિકતોને ધ્યાને લઈ તહોમતદારોના જામીન મંજૂર કરતી કોર્ટ


ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરના પિયુષભાઈએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના ઘનશ્યામભાઈ તેમજ અલ્પેશભાઈ અને અજયભાઈ વિરુદ્ધમાં જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં એવું લખાવેલ કે સને. ૨૦૨૩ માં નવરાત્રી દરમિયાન નવરાત્રીનું કામ કરતા ટેબલ ઉપરથી પડી જતા મારા ડાબા પગ નળાના ભાગે ભાંગી ગયેલ અને જસદણ શહેરના રામાણી હોસ્પિટલમાં સારવાર કરાવેલ જેમાં દોઢ લાખનો ખર્ચ થયેલ અને ત્રણ મહિના પથારીવશ રહેલ. જેથી મારી આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ માટે માર્ચ - ૨૦૨૪ માં મારે પૈસાની જરૂર પડતા મારા કુટુંબી કાકાજી સસરા ઘનશ્યામભાઈ તેમજ અલ્પેશભાઈ અને મિત્ર એવા અજયભાઈ પાસેથી પૈસા લીધેલ.

આમ તહોમતદારોએ જણાવેલ કે ઘનશ્યામભાઈ અને અલ્પેશભાઈ અમે બન્ને સગા ભાઈઓ હોય અને ફરિયાદી તેમના કુટુંબી જમાઈ થતા હોય તેમજ અજયભાઈ ફરિયાદીના મિત્ર હોય જેથી હાથ ઉછીનાં પૈસા આપેલ અને ત્યારબાદ સમય વીતી જતા તહોમતદારોએ ફરિયાદી પાસેથી આપેલ પૈસાની પરત માગણી કરતા ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ કરેલ.

આમ જસદણ પોલીસ અધિકારીઓ દ્વારા આ ફરિયાદ અનુસંધાને કડક પગલાં લઈ તટસ્થ અને સચોટ માહિતી એકઠી કરી સાધનીક કાગળો સાથે તહોમતદારોને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ.

આમ તહોમતદાર (૧) ઘનશ્યામભાઈ (૨) અલ્પેશભાઈ (૩) અજયભાઈ ના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ શહેરનાં યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા. આમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ જામીન અરજી સાથે ફરિયાદ અનુસંધાને સાચી અને સત્ય હકીકત નામદાર કોર્ટ સમક્ષ આધાર પુરાવા સાથે દલીલો કરેલ.

આમ નામદાર કોર્ટે દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ તહોમતદાર (૧) ઘનશ્યામભાઈ (૨) અલ્પેશભાઈ અને અજયભાઈના જામીન મંજૂર કરેલ અને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ.

આમ તહોમતદાર (૧) ઘનશ્યામભાઈ (૨) અલ્પેશભાઈ (૩) અજયભાઈ ના એડવોકેટ તરીકે પ્રકાશ પ્રજાપતી તેમજ નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, મોહમ્મદ હનીફ કટારીયા, એન.આર.વ્યાસ., વાય.એલ.દલાલ.બી.પી.ધાધલ, જે.જે.વિરડીયા રોકાયેલા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.