રાજકોટના લોકમેળાના સ્ટોલ પ્લોટ માટેના ફોર્મનું ૧૯મી જુલાઈથી વિતરણ ભરેલા ફોર્મ ૨૪મી જુલાઈ સુધીમાં જમા કરાવી શકાશે - At This Time

રાજકોટના લોકમેળાના સ્ટોલ પ્લોટ માટેના ફોર્મનું ૧૯મી જુલાઈથી વિતરણ ભરેલા ફોર્મ ૨૪મી જુલાઈ સુધીમાં જમા કરાવી શકાશે


રાજકોટ તા. ૧૮ જુલાઈ રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવારો પર રેસકોર્સ મેદાનમાં તા. ૨૪ થી ૨૮ ઓગસ્ટ સુધી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલ-પ્લોટ મેળવવા માટેના અરજી ફોર્મનું વિતરણ ૧૯મી જુલાઈથી શરૂ થશે.
લોકમેળા અમલીકરણ સમિતિ તથા રાજકોટ શહેર-૧ નાયબ કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે કે, સ્ટોલ-પ્લોટ માટેના અરજીપત્રક કિંમત રૂ. ૨૦૦ છે. તા. ૧૯ થી ૨૪ જુલાઈ સુધી સવારે ૧૧.૦૦ થી સાંજે ૪.૦૦ કલાક દરમિયાન, આ અરજીપત્રક (૧) ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તેમજ (૨) નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-૧, જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતેથી મેળવી શકાશે.
ભરેલા અરજી ફોર્મ તા. ૧૯ થી ૨૪ જુલાઈ દરમિયાન ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે નિયત સમયમાં, નિયત અરજી ફોર્મમાં બતાવેલી રકમના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે સ્વીકારવામાં આવશે.
યાદીમાં જણાવાયા પ્રમાણે, અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે. એ સિવાયની અરજી સ્વીકારવામાં નહીં આવે. જૂદી-જૂદી કેટેગરીની બેઠી કિંમતની પૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને કુલ રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ “અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ”ના નામનો સાથે રાખીને ફોર્મ આપવાનું રહેશે.
યાંત્રિક કેટેગરીમાં જે આસામીઓએ ફોર્મ ભરેલા હશે તે બધી યાંત્રિક કેટેગરીઓ ઈ-એફ-જી-એચની હરરાજીમાં ભાગ લઈ શકશે. હરરાજીવાળી કેટેગરીઓમાં ફોર્મ ભરેલા આસામીઓએ અપસેટ પ્રાઈઝથી ઉપરની બોલી લગાવવાની રહેશે.
કેટેગરી-જે અને કેટેગરી-કેનું ફોર્મ ભરનાર આસામીએ રાજકોટ મહાનગર પાલિકાના રેસકોર્સ મેદાન ખાતેના એલોટમેન્ટ લેટર રજૂ કર્યા હશે, તે આસામીઓનું ફોર્મ સ્વીકારવામાં આવશે. એક એલોટમેન્ટ લેટરવાળા ગમે તે એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકશે.
કેટેગરી-જે તથા કેટેગરી-કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ. ૩૫ લેવાના રહેશે. તેમજ કેટેગરી ઈ, એફ, જી, એચ (યાંત્રિક) આઈટમોના પ્રવેશદર મહત્તમ રૂ.૪૫ લેવાના રહેશે.
લોકમેળાનો નકશો (લે-આઉટ પ્લાન) નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ શહેર-૧ પ્રાંત, જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે નોટિસ બોર્ડ ઉપર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.
કેટેગરી-એક્સ (આઈસક્રીમ ચોકઠા)ની હરરાજી કરવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિ-કંપની હરરાજીમાં ભાગ લઈ શકશે અને તેઓ આઈસક્રીમ ચોકઠાના આઈસક્રીમ કંપનીની જાહેરાત તે સ્લોટમાં કરી શકશે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટ ધારકોએ રૂ. ૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.