લીંમડી બદલી કરાયેલા ધંધુકા નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નો પગાર કાર્યપાલક એ અટકાવ્યો
લીંમડી બદલી કરાયેલા ધંધુકા નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નો પગાર કાર્યપાલક એ અટકાવ્યો
નાયબ કાર્યપાલક ઇજનેરે ચિફ એન્જિનિયર ને પત્ર પાઠવી કાર્યપાલક ઈજનેર પૂર્વ ગ્રહ રાખી ઇરાદા પૂર્વક પરેશાન કરતા હોવાની ફરિયાદ કરી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા નર્મદા વિભાગના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સુરેન્દ્રનગરના લીમડી ખાતે બદલી નર્મદાના ભાવનગર ખાતેના અધિકક્ષ ઇજનેર દ્વારા કરવામાં આવી હતી તેમને લીમડી ખાતેના કાર્યપાલક દ્વારા બદલીના ઓર્ડર નું તાત્કાલિક અમલીકરણ કરાવી ધંધુકા માંથી છૂટા કરી લીમડી હાજર કરાવ્યા હતા ત્યારે કાર્યપાલક ઇજનેર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરનો પગાર નહીં કરતા રોકવામાં આવતા નાયબ કાર્ય પાલક દ્વારા ચીપ એન્જિનિયર ને પત્ર પાઠવી પગાર મેળવવા રજૂઆત કરી હોવાના અહેવાલો મળ્યા છે.
નર્મદા યોજનાના ધંધુકા થી લીમડી બદલી કરાવેલા નાયબ કાર્યપાલક ઇજનેર ચીફ એન્જિનિયર નર્મદા લીમડીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કાર્યપાલક એન્જિનિયર લીમડી દ્વારા પૂર્વ ગ્રહ રાખી ઇરાદાપૂર્વક પગાર કરેલ નથી બધાના પગાર ખાતામાં જમા થાય છે મારો પગાર રોકવામાં આવ્યો છે નાણાં વગર અમારો વહેવાર અટકી ગયો છે જેના કારણે અમારો તથા ઘરના સભ્યોનો માનસિક સંતુલન બગડશે તો તેની જવાબદારી કાર્યપાલક સૌ .શા. ન. વિભાગ ૪/૧ લીંબડી ની રહેશે તેવું ચીફ એન્જિનિયર ને લખેલા પત્રમાં નાયબ કાર્યપાલકને લખેલા પત્ર માં નાયબ કર્યપાલક ઈજનેર એસ.એમ સોયંતરે લખી જણાવ્યું છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.