જમ્મુમાં થયેલા વાહન અકસ્માતમાં શહિદ થયેલા 5 જવાનોને મોરારિબાપુની સહાયતા
જમ્મુમાં થયેલા વાહન અકસ્માતમાં શહિદ થયેલા 5 જવાનોને મોરારિબાપુની સહાયતા
જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાયતા રાશી અર્પણ કરવામાં આવેલ.
ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના 5 જવાનો શહીદ થયા હતા. સેનાનું વાહન નીલમ હેડકવાર્ટરથી ઘોડા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું. ત્યારે વાહન 350 ઊંડી ખીણમાં પડયું અને બેઠેલા જવાનો માથી 5 જવાનો વીરગતિ પામેલ હતા.
મોરારિબાપુએ આ કરૂણ ઘટનામાં મૃત્યું પામેલા સૈનિકોને પ્રત્યેકને રૂ. 15 હજાર લેખે તત્કાલ સહાયતા રાશી પણ આર્પણ કરેલ છે. જે ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા આર્મી વેલ્ફેરફંડમાં પ્રેપિત કરવામાં આવશે. બીજી એક ઘટનામાં સાવરકુંડલા નજીકના સેંજળ ગામે એક યુવક પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. આ યુવકના પરિવારજનોને પણ રૂ.15હજારની સહાયતા રાશી અર્પણ કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.