રેલવે સ્ટેશનમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરતો મુસાફર પટકાયો, ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે 10 ફૂટ ઢસડાયો, RPF જવાને જીવ બચાવ્યો - At This Time

રેલવે સ્ટેશનમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરતો મુસાફર પટકાયો, ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે 10 ફૂટ ઢસડાયો, RPF જવાને જીવ બચાવ્યો


રેલવેની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેને ચડવા-ઉતરવાનું છોડતા નથી. આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવારનવાર લોકો આવું કરતા હોય છે. ત્યારે આજે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પટકાયો હતો અને ટ્રેન-પ્લેટફોર્મમાં ફસાયો હતો અને 10 ફૂટ જેટલો ઢસડાયો હતો. જો કે, આ દૃશ્યો જોઈને ફરજ પર હાજર RPF જવાન દોડી ગયો હતો અને મુસાફરને સહી સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.