‘તું તારા પિતાનું મોઢું હવે ક્યારેય જોઈ નહીં શકે’! CBIએ બિશ્નોઈના પરિવારને બેફામ ધમકાવ્યાનો આક્ષેપ
પાંચ લાખ રૂપિયાની લાંચ લેતાં સીબીઆઈના હાથે પકડાયેલા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ગિરનાર સિનેમા પાસે આવેલી પોતાની જ કચેરીના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધાના બનાવમાં દરરોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે આ મામલે મૃતક બિશ્નોઈના 17 વર્ષીય પુત્ર આદિત્ય બિશ્નોઈએ તપાસનીશ સીબીઆઈના અધિકારીઓ પર ચોંકાવનારા આક્ષેપો કરતી ફરિયાદ પ્રદ્યુમ્નનગર પોલીસ મારફત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કરી છે.
આદિત્ય બિશ્નોઈએ એવો આક્ષેપ કર્યો છે કે જ્યારે સીબીઆઈના અધિકારીઓ તેના ઘેર આવ્યા ત્યારે તેને અને તેના પરિવારજનોને એમ કહ્યું હતું કે, ‘તું તારા પિતાનું મોઢું હવે ક્યારેય જોઈ નહીં શકે’! આ સહિતના અનેક ચોંકાવનારા આક્ષેપો આદિત્ય બિશ્નોઈએ સીબીઆઈના અધિકારીઓ પર લગાવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.