રાજકોટ અને અમરેલીમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન, અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતાં લોકોને રાહત
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડપ્લેસ બન્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતાં લોકો ઠૂંઠવાયા હતા, જોકે અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતાં લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.