પર્યાવરણ દિવસ (મિશન લાઈફ) અંતર્ગત ઉજવણીના આયોજન કરાયું - At This Time

પર્યાવરણ દિવસ (મિશન લાઈફ) અંતર્ગત ઉજવણીના આયોજન કરાયું


પર્યાવરણ દિવસ (મિશન લાઈફ) અંતર્ગત ઉજવણીના આયોજન કરાયું

લાઠી આજરોજ શ્રી આંસોદર પ્રાથમિક શાળા તાલુકો લાઠી. જિલ્લો અમરેલીમાં પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર થી પધારેલ અશોકભાઈ પાંભર દ્વારા મિશન લાઈફ તેમજ જૈવ વિવિધતા વિશે સમજ આપવામાં આવી. જેમાં ઝેરી અને બિન ઝેરી સાપ વિશે પીપીટી દ્વારા ઊંડાણથી સમજ આપવામાં આવી, તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ વિષય ઉપર આચાર્ય શ્રી સુરેશભાઈ નાગલા દ્વારા વિગતે સમજ આપવામાં આવી. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ એ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો. જેમાં બંને વિષય ઉપર ગહનથી ચર્ચા કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં ચાલી રહેલ સમસ્યાઓના ઉકેલ માટે આપણે શું કરી શકીએ ? તે બાબતે ચર્ચા અને સમજ સાથે આપણા પર્યાવરણને બચાવવા આપણે જ સીધા જવાબદાર છીએ તેવી સમજ સાથે માહિતગાર કરવામાં આવેલ. શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ દ્વારા પધારેલ મહેમાન શ્રી અશોકભાઈ નું પુસ્તક આપી સ્વાગત કરેલ, તેમજ આભાર વિધિ પણ સુરેશભાઈ દ્વારા કરવામાં આવેલ. પધારેલ ગ્રામજનો અને બાળકોને ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા નાસ્તો આપવામાં આવેલ આ તકે શાળા પરિવાર અને આંસોદર ગ્રામજનો ગાંધીનગર ગીર ફાઉન્ડેશનનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.