હડીયોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યશાળા યોજાઈ
હડીયોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યશાળા યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના હડીયોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઘટતા જતા દીકરીઓના પ્રમાણ અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે જીલ્લા પી.સી એન્ડ પી. એન .ડી.ટી કમિટીનાં અધ્યક્ષા કુ.કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઇ હતી.
આ કાર્યશાળામાં જીલ્લા પી.સી એન્ડ પી. એન.ડી.ટી કમિટીનાં અધ્યક્ષા કુ.કૌશલ્યા કુંવરબાએ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતુ કે દીકરીને પણ જન્મવાનો અધિકાર છે. ગર્ભમાં બાળકની જાતી જાણવાનો પ્રયાસ કરવો તે ગુનો છે.જો કોઈ વ્યક્તિ આવી કોઈ પ્રવુતિ કરતો જણાયા તો મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરવી. સમાજમાં દીકરા- દીકરી નાં જન્મના પ્રમાણમાં સમાનતા હોય તે તંદુરસ્ત સમાજ ગણાય છે. દીકરી તો વ્હાલનો દરિયો છે. તે પરિવારની ખુશહાલી છે. આપણે ગર્ભમાં બાળકની જાતી જાણવાનો પ્રયત્ન કરી કાયદાકીય અને સામાજીક અપરાધ કરીએ છીએ.
કાર્યશાળામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરીયાએ ગામ વાઈજ સેક્સ રેશિયો અંગે માહિતી આપી હતી.છોકરાઓની સરખામણીમાં છોકરીઓનાં ઓછા જન્મ બાબતે ચિંતા વ્યક્ત કરી ઉપસ્થિત સર્વેને તંદુરસ્ત સમાજ નિર્માણમાં સર્વે પદાધિકારીઓ અને ગ્રામજનોને સહભાગીતા સુનિશ્ચિત કરવા આહવાન કર્યુ હતુ.
આ સાથે જે ગામોમાં સેકસ રેશિયોનું પ્રમાણ ઊંચું હતું તે સરપંચશ્રીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળામાં જીલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન પટેલ, હડીયોલના સરપંચશ્રી, તાલુકા આરોગ્ય અધિકારિશ્રી, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
