સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની. - At This Time

સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બની.


સાયલાના સુદામડા ગામે જુના અદાવતમાં મન દુઃખ રાખી ફાયરિંગ કર્યું.

અગાઉના સમયમાં ખનીજ ચોરી બંધ કરાવવા મુદ્દે અરજી કરનાર પરિવાર પર કર્યું ફાયરિંગ.

સુદામડા ગામે ફાયરિંગ ની ઘટના બનતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

ઘરના દરવાજા, બારી અને કાર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાંના સાયલા ના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ.

ગેરકાયદેસર ખનન બાબતે અરજી કર્યાનું મન દુઃખ રાખી ફાયરિંગ કર્યાનો આક્ષેપ.

અરજદારોને અરજી પરત ખેંચવા અનેક વખત કરતા હતા દબાણ.

જિલ્લા પોલીસ વડા માર્ગદર્શન હેઠળ આરોપીને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનારા પરિવારના ઘર પર ચારથી વધુ કારમાં આવી 10થી 15 લોકોએ 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેને લઈ પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે. ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને છે. જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી. પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનો પરિવારજનો આક્ષેપ કરે છે. ત્યારે રાત્રે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ 10:00 કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં 15થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
ફાયરિંગમાં કોઈપણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નથી. જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માગ કરી રહ્યું છે. જો તેમની માગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, લીંબડી DYSP, Icd, sog સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ અનિઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.