કંતાનનું આવરણ આ કવચ ખાડાને બચાવશે કે ખાડાથી લોકોને હવે તંત્ર જાગેતો સારૂ?! - At This Time

કંતાનનું આવરણ આ કવચ ખાડાને બચાવશે કે ખાડાથી લોકોને હવે તંત્ર જાગેતો સારૂ?!


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
આટકોટ રાજકોટ હાઈવે પર ચોમાસામાં પડેલા ભારેખમ ખાડા કે જેમાં બાદમાં પાણી ભરાઇ જતાં પુરપાટ જતા વાહનો અંદર ખાબકીને ઈજા નોતરી બેસે તે માટે ખાડાને કોઈ બુધ્ધિશાળીએ કંતાન નું કવચ પુરું પાડ્યું છે. જો કે સુજ્ઞ જનોમાં એવી ચર્ચા પણ ચાલી છે કે આ કાંટાના ખાડાને સુરક્ષા આપે છે, કે વાહનચાલકોને ખાડાથી!? આ એ જ રસ્તો છે કે જ્યાંથી સરકારી બાબુઓ પણ પસાર થાય છે, પરંતુ તેમને તો એમ લાગતું હશે ને કે આ તો શણગાર કહેવાય! સરધારના સેવાભાવીઓએ આ રીતે જોખમ ઓછું કરવાની દિશામાં પહેલ કરી પરંતુ આ વ્યવસ્થા કાયમી નથી એ તો તંત્ર પણ જાણે છે, જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને ખાડા બૂરવા પહેલ કરે છે કે પછી કોઇ દુર્ધટના ઘટે તેની રાહ જુવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.