ચોટીલા માતાજીના દર્શનાર્થે પગપાળા આવતા યાત્રાળુઓની જઠરાગ્ની ઠારતું વિંછીયાનું સતરંગ મિત્ર મંડળ - At This Time

ચોટીલા માતાજીના દર્શનાર્થે પગપાળા આવતા યાત્રાળુઓની જઠરાગ્ની ઠારતું વિંછીયાનું સતરંગ મિત્ર મંડળ


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
ચોટીલા માં ચામુંડા માતાજી ના દર્શનાર્થે દુર દુરથી પગપાળા જતા શ્રદ્ધાળુઓ ભાવિકોની સુવિધાર્થે નૂતન વર્ષના અભિગમ સાથે " સતરંગ મિત્ર મંડળ " આયોજિત ચોટીલા તાલુકાના સોખડા ગામ પાસે છેલ્લા પાંચ વર્ષથી દિવાળીના તહેવારમાં ચાર દિવસ સુધી ચાલે છે. અન્નક્ષેત્ર યજ્ઞમાં હજારો લોકો પ્રસાદ લે છે અને આયોજકો દાતાઓ સ્વયંસેવકો પુણ્યનું ભાથુ બાંધીને ધન્યતા અનુભવે છે. ચાર દિવસ સુધી ચાલી રહેલ અન્નદાન સેવા યજ્ઞમાં સતરંગ ધામના મહંત શ્રી પ્રેમજી ભગત અને પાંચાળ નું પ્રગટ પિરાણું લોમેવ ધામના મહંત શ્રી ભરતબાપુએ મુલાકાત લઈ આયોજકો સેવકોને પીઠ થાબડી અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યાં હતાં. સાથે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી અને યુવા સામાજિક કાર્યકર ભરતભાઈ આલાણીએ હાજરી આપી આયોજકો અને દાતાઓની દાતારીને બિરદાવી શુભેરછાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.