ધંધુકાના કોટડા ગામ પાસે એસ.ટી નિગમ અમદાવાદ મધ્યસ્થ કચેરીના નાયબ ઈજનેરને હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજયું - At This Time

ધંધુકાના કોટડા ગામ પાસે એસ.ટી નિગમ અમદાવાદ મધ્યસ્થ કચેરીના નાયબ ઈજનેરને હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજયું


ધંધુકાના કોટડા ગામ પાસે એસ.ટી નિગમ અમદાવાદ મધ્યસ્થ કચેરીના નાયબ ઈજનેરને હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજયું.

આજરોજ રૂપાલ ગામ તા.બાવળાના ને હાલ સરખેજગામ પાસે રહેતા તેમજ ગુજરાત એસટી નિગમ અમદાવાદની મધ્યસ્થ કચેરીમાં બાંધકામ શાખામાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા આઈ.એન.વ્હોરા ધંધુકાના એસટી ડેપોના સંલગ્ન રાણપુર ડેપો ખાતે કામગીરી ચાલુ હોય ચેકિંગ માટે પોતાના બાંધકામ શાખાના ઇજનેર સાથે આવેલા હતા. રાણપુર ડેપોનું ચેકિંગ હાથધરી પરત ફરી રહ્યા હતા તે સમયે કોટડા ગામે અચાનક હાર્ટએટેક આવવાથી ઢળી પડ્યા હતા. 108 મારફતે આરએમએસ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત્યુ જાહેર કરાતા સરકારી રેફેરલ હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરવામા આવ્યું હતું. સરકારી રેફેરલ હોસ્પિટલ ખાતે વિભાગીય નિયામક સહિતના અધિકારીઓએ આવી પહોંચ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.