ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 8 જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે - At This Time

ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 8 જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે


ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 8 જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે

ટેકનિકલ કારણોસર, ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસર થી 8 જુલાઈ, 2024 સુધી ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે. વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 08.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈ ને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક 45 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે.
2. ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસર થી 08.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળ થી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક 55 મિનિટ મોડી એટલે કે 03.00 વાગ્યે ઉપડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.