વૈભવી સામાન થી છલકાય છે હર એક ઓરડા પરંતુ કોઈ ખુણામાં કિતાબો આપણી પાસે નથી.”
"વૈભવી સામાન થી છલકાય છે હર એક ઓરડા પરંતુ
કોઈ ખુણામાં કિતાબો આપણી પાસે નથી."
સાહિત્ય કવિ : હસમુખ દાફડા નો એક સુંદર શેર....
સાહેબ!!!બાળપણ થી લઈને વર્તમાન સમય માં પણ જ્યારે પણ કંઇક નવું જાણવા વાંચવા ની જીજ્ઞાસા ઇચ્છા થતી એટલે સાર્વજનિક પુસ્તકાલય લાઇબ્રેરી ની મુલાકાત થતી.જેમા ગહન જ્ઞાન સભર પુસ્તકો વાંચવા મળતા પુસ્તક વાંચી પુસ્તકાલય માં પરત આપતાં.પુસ્તકાલય માં શ્રેષ્ઠ ફરજ સેવા બજાવતાં શ્રી મધુબેન ઉનડકટ અમને ધણાં નવાં નવાં પુસ્તકો વાંચવા પણ આપતાં કે જે જીવન માં દરેક ક્ષેત્રે હજુ પણ ખુબજ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે.
તાજેતરમાં કુંકાવાવ ના યુવા સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ના ઉમદા પ્રયાસો સાથે તેમની અને દાતાશ્રીઓ ના તન મન ધન ની સેવા થી જુની પુસ્તકાલય લાઇબ્રેરી નું રીનોવેટેડ થઇ નવા જ લુક ને રંગરૂપ સાથે ની નવી લેટેસ્ટ લાઈબ્રેરી માં નવા નવા પુસ્તકો નો વિશાળ ખજાનો રાખવામાં આવેલ છે જેમાં વર્તમાન સમયમાં પણ ઉપયોગી એવા શૈક્ષણિક, સામાજીક, નવલકથાઓ સાથે વિવિધ પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ વધારતાં ના નવા પુસ્તકો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
લાયબ્રેરી લોકાર્પણ વખતે લાયબ્રેરી સંચાલિકા શ્રી મધુબેન ઉનડકટ ના ગદગદ કંઠે એ શબ્દો ખુબ સુંદર સર્યા હતાં કે" મેં આખું જીવન તો આ પુસ્તકો સાથે વિતાવ્યું છે અને મારા છેલ્લાં સમય સુધી આ સેવા કરતી જ રહુ" એવી માગણી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ને વ્યક્ત કરી હતી.
સાહેબ!! એ શબ્દો ના ઉદગાર માં તેના હ્દય ના નિસ્વાર્થ ભાવો,અને નિખાલસતા સાથે પરોપકાર ની ભાવનાઓ સ્પષ્ટ પણે વ્યક્ત થતી જોવા મળતી હતી.
લેખ & તસ્વીર:મહેશ ગોંડલીયા કુંકાવાવ.
9913993860
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.