તે મારી સાથે કેમ આવું કર્યું, મને મરી જવાનું કહીં દીધું’ સ્યુસાઇડ નોટ લખી યુવતીનો આપઘાત
રફીક તે મારી સાથે કેમ આવું કર્યું, કાલાવડ રોડ પર કેવલમ રેસિડેન્સીના ક્વાર્ટરમાં રફિક તે મને મરી જવાનું કહીં દિધું’ સ્યુસાઇડ નોટ લખી યુવતીએ આપઘાત કરી લેતાં પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ સ્યુસાઇડ નોટ કબ્જે કરી યુવતીને મરવા મજબુર કરનાર શખ્સ સામે ગુનો નોંધવા તજવીજ આદરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ રોડ પર આવેલ કેવલમ રેસિડેન્સી આવાસ બ્લોક નં.21, ક્વાર્ટર નં.1553 માં રૂકસાનાબેન ઓસમાણભાઈ જુણેજા (ઉ.વ.32) એ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની સાથે રહેતો મૂળ ટંકારાનો પ્રેમી રફીક ઉંમર ભાણું ક્વાર્ટર પર આવતાં યુવતીને લટકતી હાલતમાં જોતાં મૃતકની મોટી બહેનને બનાવ અંગે જાણ કરી હતી.
જે બાદ મૃતકના પરિવારજનો દોડી આવ્યાં હતાં અને 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા યુની. પોલીસ મથકના પીએસઆઈ ડી.બી.કારેથા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતક પાસેથી અને તેની સલવારમાંથી સ્યુસાઇડ નોટ મળી આવતાં તે કબ્જે કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
વધુમાં સ્યુસાઇડ નોટમાં લખેલ મુજબ, રફીક તે મારી સાથે સુ કામ આવું કર્યું, 17 વર્ષ થયાં હવે કેમ નથી રાખવું, નિકાહ ને 13 વર્ષ થયાં, તે મને મરી જવાનું કહ્યું, તે મને એમ કહ્યું હતું કે, આખી જિંદગી રાખીશ, તારા ઘરમાં લઈ જઈશ, તો તે મરી જવાનું કેમ કહ્યું, આખી ઝીંદગી રાખીશ મરી જાય તો પણ તને નહિ મુકું, તું મારા હકમાં હતી, તને બધું આપીશ, હવે તું એમ કહે છે મરી જા, તને આટલી બિક હતી તો મારી ઝીંદગી કેમ બગાડી, મને બીજે નિકાહ કરવાં ન દિધા અને કહેતો કે રૂકસાના બીજે નિકાહ કરીશ તો હું મરી જઈશ લખી આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતીને રફીક સાથે છેલ્લા 17 વર્ષથી સબંધ હતો અને બંને સાથે રહેતાં હતાં, તેમજ 13 વર્ષથી નિકાહ પણ કરી લીધાં હતાં. છેલ્લા ઘણા સમયથી રફીક ત્રાસ આપતો અને મરી જવાનું પણ કહેતો હોય અને છેલ્લે મોબાઈલ નંબર પણ બ્લોક કરી નાંખતા કંટાળીને પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. મૃતક પાંચ ભાઈ-બહેનમાં વચ્ચેટ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
