બાલાસીનોર ખાતે ૬.૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. બનાવી શુધ્ધ કરેલ ગટરના પાણીનો પુન: ઉપયોગ કરવા માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. - At This Time

બાલાસીનોર ખાતે ૬.૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. બનાવી શુધ્ધ કરેલ ગટરના પાણીનો પુન: ઉપયોગ કરવા માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.


બાલાસીનોર ખાતે ૬.૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. બનાવી શુધ્ધ કરેલ ગટરના પાણીનો વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટમા પુન: ઉપયોગ કરવા માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

કુંવરજી બાવળિયા માન.મંત્રી જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ગુજરાત સરકાર નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત મહિસાગર જિલ્લાની બાલાસિનોર નગરપાલિકા માટે એસ વર્ષ ૨૦૧૧ ની ૦.૩૯ લાખની વસ્તીને ધ્યાને લઇ નવીન બાલાશિનોર શહેર માટે ઓપન એસ.બી.આર ટેક્નોલોજી આધારિત ૬.૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને બાલાસિનોર નગરપાલિકા હસ્તકની ભૂગર્ભ ગટર યોજનામાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટ કરીને એસ.ટી.પી. માંથી શુધ્ધ કરેલ ગટરના પાણીનો વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ ખાતે પુનઃ ઉપયોગ કરવાની કામગીરી તથા ૧૫ વર્ષના મરામત અને નિભાવણી સહિતની કામગીરી ને તારીખ:૦૨/૧૧/૨૦૧૮ ના રોજ મળેલ સ્ટેટ લેવલ ટેકનીકલ કમીટીમા સદર કામગીરીને રકમ રૂ .૧૮.૬૬ કરોડ નેટ અને રૂ .૨૨.૭૪ કરોડ ગ્રોસની મંજુરી આપવામાં આવેલ ત્યાર-બાદ સદર કામગીરીને પ્રોજેક્ટ ડાયરેકટ, અર્બન સેલ, ગાંધીનર દ્વારા તા, ૨૪/૦૪/૨૦૨૦ થી રકમ રૂ. ૨૧.૫૮ કરોડ ગ્રોસ માટે વહીવટી મંજુરી આપવામાં આવેલ.

૧૮ પંચમહાલ લોકસભા ના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,ઉદેસિંહ ચૌહાણ,જયાબેન યુ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.