અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ જયંતીભાઈ કરસનભાઈ સરવીયા અને હરેશભાઈ ઉર્ફે હરી કલજીભાઇ સાપરા નામનાં બંને ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.
(અસરફ જાંગડ)
જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને બોટાદ એલ.સી.બી.ના પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ જયંતીભાઇ કરશનભાઇ સરવીયા રહે. તુરખાવાળા તથા મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ હરેશભાઇ ઉર્ફે હરી કલજીભાઇ સાપરા રહે.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય સાહેબનાઓએ બંને દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા મજકુર બંને ઇસમો (૧) જયંતીભાઇ કરશનભાઇ સરવીયા રહે તુરખા તથા (૨) હરેશભાઇ ઉર્ફે હરી કલજીભાઇ સાપરા રહે.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી બંને આરોપીને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.