મહિલા કૉલેજ, પાલિતાણા કેન્દ્રમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાણી
મહિલા કૉલેજ, પાલિતાણા કેન્દ્રમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાણી
સંસ્કૃતભારતી,ગુજરાત પ્રેરિત સંસ્કૃતગૌરવ પરીક્ષા ગુજરાતભરમાં સંસ્કૃતભાષાનાં પ્રચાર-પ્રસાર માટે તેમજ સરળ સંસ્કૃત લખતાં, વાંચતા,બોલતાં શીખી શકાય તે હેતુસર છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃતગૌરવપરીક્ષાનું આયોજન નિરંતર થઈ રહ્યું છે.આ વર્ષે આજ રોજ તા. ૦૯/૧૨/૨૦૨૩ને શનિવારનાં રોજ શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા કૉલેજ,પાલિતાણા કેન્દ્રમાં કુલ 386 છાત્રોએ પરીક્ષા આપી. કેન્દ્રસંયોજક ડૉ.પંકજ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું સુચારુ રીતે આયોજન થયું તેમજ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન પુરું પાડ્યું.પ્રવેશિકા,પ્રદીપિકા,પ્રમોદિકા,તથા પ્રવાહિકા પરીક્ષા અંતર્ગત અમરસિંહ રાઠૌડ મહોદયનાં નિરીક્ષણમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.સંસ્કૃતભારતી,પાલિતાણાનાં કાર્યકર્ત્રી બહેનો કૃપાલી કામળિયા,દિલશાદ પાટડિયા,માયા બોરીચા,દર્શના ચૌહાણ,મયૂરી સોંડાગર,કૃપાલી જોશી પરીક્ષાનાં આયોજનમાં સહભાગી થયા.ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.કેન્દ્ર સંયોજક તથા સંસ્કૃતભારતી, પાલિતાણાની ટીમ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સહભાગી થયેલ દરેક વિદ્યાર્થીઓ,શાળા-કૉલેજ સંસ્થાઓ, આચાર્યશ્રીઓ તથા નગરજનોને સહર્ષ અભિનંદન પાઠવે છે.સંસ્કૃતરસિકો, સંસ્કૃત અનુરાગીઓએ આ પરીક્ષામાં સહભાગી થઈ વેદભાષાના અધ્યયનમાં યોગદાન આપી જન-જન સુધી સંસ્કૃતભાષાને પહોંચાડી ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવાનો સંકલ્પ સિદ્ધ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.