જસદણમાં સરમાળીયા દાદાના મંદિર પાસે બસ અને એકટીવા ચાલક મહિલા વચ્ચે અકસ્માત - At This Time

જસદણમાં સરમાળીયા દાદાના મંદિર પાસે બસ અને એકટીવા ચાલક મહિલા વચ્ચે અકસ્માત


જસદણમાં સરમાળીયા દાદાના મંદિર પાસે બસ અને એકટીવા ચાલક મહિલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ મહિલા એકટીવા લઈને રસ્તો પસાર કરતી હતી ત્યારે અચાનક તેની એકટીવા સ્લીપ ખાઈ જતા પડી ગઈ હતી અને સામેથી બસ આવતી હતી. સમયસર બસના ડ્રાઈવરે બ્રેક મારતા મહિલાનો બચાવ થયો હતો તેણીને વધારે ઈજા થઈ હોવાથી તાત્કાલિક 108 ના માધ્યમથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. માહિતી અનુસાર બસમાં બેઠેલા એક પણ મુસાફરને કંઈ થયું નહોતું અને બસનો આગળનો કાચ તૂટીને નીચે પડી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.